Live Mon, Nov 2, 2026
Rajkot • 31°C Sunny

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી બનાવતી એક હૃદયસ્પર્શી ઘટના વાવ-થરાદ જિલ્લાના સરહદી વિસ્તાર સુઈગામમાં સામે આવી છે. ધોરણ-8 પાસ કર્યા બાદ અભ્યાસ છોડીને બેઠેલી દીકરી રાવળ રીંકુબેન વિઠ્ઠલભાઈના ઘરે રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા અને વાવના ધારાસભ્ય તેમજ મંત્રી સ્વરૂપજી ઠાકોરે રૂબરૂ મુલાકાત લઈને તેને ફરી શિક્ષણ સાથે જોડવાનો અનોખો પ્રયાસ કર્યો હતો.

મંત્રીશ્રીઓએ પોતાના હસ્તે રીંકુબેનને પાઠ્યપુસ્તકો અર્પણ કરી સુઈગામની મહર્ષિ કણાદ વિદ્યાલય ખાતે ધોરણ-9માં ઉત્સાહભેર પુનઃ પ્રવેશ અપાવ્યો હતો. આ પ્રસંગે દીકરી અને તેના પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

રાજ્યમાં કોઈપણ દીકરી શિક્ષણથી વંચિત ન રહે તેવા સરકારના સંકલ્પને સાકાર કરવા માટે મંત્રીશ્રીઓએ પરિવાર સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે વાલીઓને શિક્ષણનું મહત્વ સમજાવી દીકરીઓના ભવિષ્ય નિર્માણમાં શિક્ષણની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

આ તકે પરિવારને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે પણ માહિતગાર કરવામાં આવ્યો હતો. જેમાં નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી સાધના યોજના અને સરસ્વતી સાઇકલ સાધના યોજના જેવી યોજનાઓની વિગતવાર માહિતી આપવામાં આવી હતી, જેથી દીકરીઓને શિક્ષણ ક્ષેત્રે વધુ પ્રોત્સાહન મળી શકે.

કાર્યક્રમ દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. હિતેષ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓ, મહર્ષિ કણાદ વિદ્યાલયના આચાર્ય અને શિક્ષકગણ તેમજ જિલ્લા તંત્રના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મંત્રી રીવાબા જાડેજા અને મંત્રી સ્વરૂપજી ઠાકોરની આ સંવેદનશીલ અને પ્રેરક પહેલથી માત્ર એક દીકરી જ નહીં પરંતુ સમગ્ર સરહદી વિસ્તારમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિનો સંદેશ પહોંચ્યો છે. દીકરીએ ફરીથી અભ્યાસ શરૂ કરતાં સ્થાનિક લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે અને આ પહેલની વ્યાપક સરાહના થઈ રહી છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા Breaking
બનાસકાંઠા • 📍 BanasKantha • Oct 8, 2026

થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા

મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું; અમિત ચાવડાએ કહ્યું- ‘પરિવર્તનની શરૂઆત થરાથી થશે’ થરા : બનાસકાંઠાના...
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા Breaking
બનાસકાંઠા • 📍 BANASKANTHA • Oct 7, 2026

બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા

પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: