Live Wed, Nov 4, 2026
Rajkot • 31°C Sunny

નવી સુવિધા/ બેંકમાં જવાની જરુર નથી, હવે SBI નું સેવિંગ્સ અકાઉન્ટ આપના મોબાઈલ ફોનમાંથી ઓપન કરાવી શકશો

SBIનું નવી સેવિંગ્સ અકાઉન્ટ લોન્ચ કર્યુ છે, જેમાં બેંકની એપ યોનો દ્વારા કોઈ પણ જગ્યાએથી કોઈ પણ સમયે શરુ કરી શકશો. બેંક એક વીડિયો શેર કરીને આ અકાઉન્ટ વિશે જાણકારી આપી છે. વીડિયોમાં આપ આ બેંક અકાઉન્ટ સાથે જોડાયેલ ફીચર્સ પણ જાણી શકશો. બેંકે ટ્વિટર પર તેની જાણકારી આપતા લખ્યુ છે કે, હવે આપ બેંકમાં ગયા વિના પણ બેંક અકાઉન્ટ ખોલી શકશો. આપ એકદમ નવી કેવાઈસી વીડિયો સેવાના માધ્યમથી આ કામ કરી શકશો અને સેવિંગ્સ અકાઉન્ટ ખોલાવી શકશો. યોનો પર હાલામં જ અપ્લાઈ કરી શકશો. બેંક શાખામાં ગયા વિના પણ પેપરલેસ રીતે એસબીઆઈ ઈંસ્ટા પ્લસ સેવિંગ અકાઉન્ટ ખોલી શકશો. 

શું છે અકાઉન્ટના ફીચર્સ

  • ગ્રાહકો YONO એપ દ્વારા NEFT, IMPS અને UPI નો ઉપયોગ કરીને પૈસા ટ્રાન્સફર કરી શકશે.
  • આ સિવાય તમે SBIની ઈન્ટરનેટ બેન્કિંગનો પણ ઉપયોગ કરી શકશો.
  • ગ્રાહકને રૂ. ક્લાસિક કાર્ડ આપવામાં આવશે.
  • ઈન્ટરનેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ અને YONO એપ દ્વારા બેન્કિંગ સુવિધાઓ 24 કલાક ઉપલબ્ધ રહેશે.
  • SBI ની ક્વિક મિસ્ડ કોલ સુવિધા અને SMS એલર્ટ સુવિધા મળશે.
  • એકાઉન્ટ ટ્રાન્સફરની સુવિધા ઇન્ટરનેટ બેંકિંગ ચેનલ દ્વારા મળશે
  • નોમિનેશનની સુવિધા ફરજિયાત છે.
  • જો ગ્રાહક માંગ કરશે તો તેને પાસબુક પણ આપવામાં આવશે.
  • ચેકબુક માટે, કોઈ ડેબિટ/વાઉચર ટ્રાન્ઝેક્શન અથવા અન્ય કોઈપણ સાઈન આધારિત સેવા માટે ગ્રાહકે નજીકની બેંક શાખાની મુલાકાત લેવાની રહેશે.

આ ખાતું કોણ ખોલાવી શકે ?

આ ખાતું ફક્ત 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના ભારતીય નાગરિકો જ ખોલી શકે છે. તેમની પાસે ભારત સિવાય અન્ય કોઈ દેશમાં કર જવાબદારી હોવી જોઈએ નહીં. ગ્રાહક પાસે પાન કાર્ડ અને આધાર કાર્ડ ફરજિયાતપણે હોવું જોઈએ. ગ્રાહકનું ઈ-મેલ આઈડી અને ફોન નંબર તેના નામે નોંધાયેલ હોવો જોઈએ. ડિજિટલ બચત ખાતા માટે, ગ્રાહકે બાયોમેટ્રિક ઇ-કેવાયસી પૂર્ણ કરવું પડશે જેના માટે તેણે બેંકની મુલાકાત લેવી પડશે. એક મોબાઈલ નંબર પરથી માત્ર એક જ ડિજિટલ સેવિંગ્સ એકાઉન્ટ ખોલી શકાય છે. SBI ડિજિટલ બચત ખાતું જોઈન્ટ એકાઉન્ટ હેઠળ ખોલી શકાતું નથી.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરાદમાં જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાગરિકોનું સન્માન Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 31, 2026

થરાદમાં જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાગરિકોનું સન્માન

નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો; સરદાર પટેલને...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: