જે પ્રમાણે છેલ્લા ઘણા સમયથી સ્ત્રીઓ પર અત્યાચારોના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે પુરુષોની સરખામણીમાં આજે રોજેરોજ સ્ત્રીઓ પર અનેક અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આજરોજ ડીસાની ડી.એન.પી. આર્ટસ એન્ડ કોમર્સમાં કોલેજમાં યુજીસીના પત્ર ક્રમાંક DO.No. F. 91-2/2014(GS) અને F.91-૩/2021(GS) અનુસાર કોલેજમાં ચાલતી સેલ અગેઇન સેક્સુઅલ હેરેસમેન્ટ એન્ડ ગર્લ્સ કાઉન્સેલિંગ કમિટી તેમજ ઇન્ટરનલ કમ્પલેઇન કમિટી અંતર્ગત ‘જેન્ડર ચેમ્પિયન વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરેલ હતું. કમિટીના કન્વીનર ર્ડા. મિતલ એન. વેકરિયાએ સમગ્ર. કાર્યક્રમ નું આયોજન, સંચાલન તેમજ મહિલા સમાનતા દિવસની ઉજવણી પાછળના હેતુઓની સમજૂતી આપી હતી. કાર્યક્રમના મુખ્ય વક્તા ગુજરાતી વિભાગના અધ્યક્ષ પ્રો. વંદનાબેન સીસોદીયાએ જાતિગત સમાનતા વિષય પર સ્ત્રી-પુરુષનાં સમાન હકો, દરજ્જો, ઘર-સમાજમાં સ્ત્રીનું સ્થાન, સ્ત્રીઓએ હક મેળવવા કરેલ સંઘર્ષોના ઉદાહરણો આપી ઓડિયો-વીડિયોના માધ્યમથી વ્યાખ્યાન આપ્યું. કોલેજના ગ્રંથપાલ કુ. હેતલબેન મોદીએ પુસ્તક પ્રદર્શન દ્રારા મહિલા સમાનતા વિશેની વાત રજૂ કરી. તેમજ કાર્યક્રમની આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમ કાર્યકારી આચાર્ય પ્રો. આર. ડી. રબારીના માર્ગદર્શનથી તેમજ પ્રો. પ્રિતુબેન વસાવા, પ્રો. તંજીલાબેન ઘોરી એ સહયોગ આપ્યો હતો.