બનાસકાંઠા જિલ્લામાં વન રક્ષક અને વનપાલ કર્મીઓ ગ્રેડ પે વધારાની માંગ સાથે આગામી 28 ઓગસ્ટ થી અચોક્કસ મુદ્દતની હડતાલ ઉતરશે વાઈલ્ડ લાઈફ ડિવિઝન અને સોશિયલ વનીકરણના કર્મીઓએ પર્યાવરણના મુખ્ય સચિવને આવેદનપત્ર પાઠવ્યું. બનાસકાંઠા જિલ્લામાં વન રક્ષક અને વનપાલ કર્મીઓ ગ્રેડ પે વધારાની માંગ સાથે આગામી 28 ઓગસ્ટ થી અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતરી જશે જોકે જિલ્લાના અંદાજે 168 જેટલાં કર્મીઓ વન અને પર્યાવરણ વિભાગન સચિવને આવેદનપત્ર પાઠવી ગ્રેડ પે વધારાની માંગ કરી છે. બનાસકાંઠા જિલ્લામાં એક પછી સરકારી કર્મચારીઓ હડતાલ ઉતરી રહ્યા છે.જ્યાં બે દિવસ અગાઉ તલાટીઓની હડતાલ સમેટાઈ હતી ત્યારે નવીન વનરક્ષકો પોતાની માંગણીઓ સાથે હડતાલ ઉપર ઉતર્યા છે જ્યાં બનાસકાંઠા જિલ્લાના વનરક્ષક વર્ગ 3 ને રૂ.2800 નો ગ્રેડ પે આપવામાં આવતા વનરક્ષક કર્મચારી મંડળ દ્વારા છેલ્લા 2 વર્ષથી સરકારમાં 4200 ગ્રેડ પે કરવા રજુઆત કરવામાં કોઈ નિરાકરણ ન આવતા આજે જિલ્લાના અંદાજે 168 જેટલાં વાઈલ્ડ લાઈફ ડિવિઝન અને સોશિયલ વનીકરણ કર્મીઓ આવેદનપત્ર પાઠવી આગામી 28 ઓગસ્ટ ના અચોક્કસની મુદ્દતને લઈ હડતાલ ઉપર જઈ જિલ્લા નાયબ વન સંરક્ષકને સંબોધી વન અને પર્યાવરણ વિભાગના મુખ્ય સચિવને આવેદનપત્ર આપી ગ્રેડ પે વધારાની માંગ કરી છે.
બનાસકાંઠા જિલ્લામાં વન રક્ષક અને વનપાલ કર્મીઓ ગ્રેડ પે વધારાની માંગ સાથે આગામી 28 ઓગસ્ટ થી અચોક્કસ મુદ્દતની હડતાલ ઉતરશે
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
