ધાનેરા માં ગટરો નું ઘર સુધી પાણી પહોંચી જતા રોષે ભરાયેલી મહિલાઓ નગરપાલિકા ખાતે પહોંચી રજૂઆત કરી હતી

ધાનેરા વાલ્મિકી વાસ માં રહેતી મહિલાઓના ઘર સુધી ગટરોના પાણી પહોંચી જતા મહિલાઓ ત્રાહિમામ પોકારી ઊઠે છે ત્યારે આજે રોસે ભરાયેલી મહિલાઓ નગરપાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચી છે ત્યાં કોઈ સત્તાધીશ હાજર જોવા મળ્યા ન હતા અને ખુરશીઓ ખાલી જોવા મળતા મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે રજૂઆત કરવા પહોંચેલી મહિલાઓ નગરપાલિકા આગળ જ બેસી ગઈ હતી અને જ્યાં સુધી તેમની રજૂઆત કોઈ ન સાંભળે ત્યાં સુધી ઘરે પરત ન જવાનો નિર્ણય લીધો હતો.

કલાકો સુધી મહિલાઓ ત્યાં બેસી રહી હતી પરંતુ પાલિકાના કોઈ જ સત્તાધિશો આવ્યા ન હતા જેથી મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તે ઠેર ઉભરાતી ગટરોને લઈ ધાનેરા વાસીઓ ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે ત્યારે લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે ઉભરાતી ગટરોનો નિરાકરણ લાવવામાં આવે તેમજ સાફ સફાઈ ગંદકી દૂર્કાવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે ચોમાસામાં પ્રજા મુશ્કેલીમાં નગર પાલિકાના કર્મચારીઓ મોજ માં જેવી પરિસ્થિતિ જોવા મળી હતી

પ્રતિનિધિ ધાનેરા : ભરત ગલચર / બાજુભાઈ વણકર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *