ડીસામાં ભારે વરસાદને પગલે સરકારી અનાજનો ગોડાઉન પાણીમાં ગરકાવ થયું ,તંત્ર ધટના સ્થળે પહોચી પાણી નિકાલ ની કામગીરી હાથ ધરાઈ

બનાસકાંઠાના ડીસામાં ભારે વરસાદને પગલે સરકારી અનાજનો ગોડાઉન પાણીમાં ગરકાવ થઈ ગયું છે અનાજ ગાડાઉન માં ત્રણ ત્રણ ફૂટ સુધી પાણી ભરાતા અધિકારીઓ અને મજૂરોને ભારે મુશ્કેલી વેઠી પડી હતી. જો પાણી નિકાલ માટેની તાત્કાલિક વ્યવસ્થા ન થાય તો સરકારે ગોડાઉનમાં પડેલો લાખો રૂપિયા નો અનાજના જથ્થા ને નુકશાન થાય તેવી શક્યતાઓ છે.જેને પગલે ડીસા નગરપાલિકા અને મામલતદાર કચેરી ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી.અને પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. પાણી ભરાઈ જવાના કારણે અત્યારે પુરવઠા વિભાગની ટીમે અનાજ વિતરણ ની કામગીરી બંધ કરી પાણીના નિકાલ કઈ રીતે થાય તે માટે કામે લાગ્યા છે. અને બાજુમાં આવેલી રેલ્વે લાઈન ની દિવાલ હોવાના કારણે પાણી નો ભરાવો થઈ જતો હોવાના કારણે રેલવે ના અધિકારીઓ સાથે ચર્ચા કરી પાણીના નિકાલ માટે યોજના બનાવી રહ્યાં છે સત્વરે પાણી નિકાળવાની કામગીરી હાથ ધરાઈ છે. . . .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *