રાજ્ય સરકાર દ્વારા આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા હાલમાં વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી રહી છે ખાસ કરીને આઝાદીના ઉત્સવ નિમિત્તે દરેક શાળાઓમાં વિવિધ કાર્યક્રમો થાય તે માટે સરકાર કટિબદ્ધ બની છે અને વિવિધ શાળાઓમાં કાર્યક્રમો થકી આઝાદીના 75 વર્ષની લોકોને માહિતી પૂરી પાડવામાં આવી રહી છે જે અંતર્ગત આજે ડીસાની આદર્શ વિદ્યા સંકુલ ખાતે પણ આઝાદીના 75 વર્ષની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નાના બાળકોએ રાષ્ટ્રધ્વજ તેમજ 75 વર્ષનું અદભુત દ્રશ્ય બનાવી લોકોનું આકર્ષણ જમાવ્યું હતું આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ આવતીકાલે રક્ષાબંધનનો પર્વ છે અને રક્ષાબંધનના પર્વને લઈ ઠેર ઠેર વિવિધ શાળાઓમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ડીસાની આદર્શ વિદ્યા સંકુલ ખાતે પણ આજે રક્ષાબંધન પર્વ નિમિત્તે તમામ વિદ્યાર્થીનીઓએ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રાખડી બાંધી હતી તો આ તરફ શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષકોએ પણ શિક્ષિકાઓ પાસે રાખડી બંધાવી અને રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરી હતી આજે યોજાયેલા આ કાર્યક્રમમાં નાની બાળકીઓએ કુમકુમ તિલક ચોખા તેમજ રાખડી બાંધી પોતાના વહાલ જોયા ભાઈને આશીર્વાદ આપ્યા હતા...
આદર્શ વિદ્યા સંકુલ ખાતે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરાઈ
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
