- બનાસકાંઠા જિલ્લાના ધાનેરો તાલુકો એ રાજસ્થાનને અડીને આવેલો તાલુકો છે અને રાજસ્થાનથી મોટી માત્રામાં ગુજરાતમાં દારૂ ઘુસાડવાનું નેટવર્ક ચાલી રહ્યું છે ત્યારે પોલીસ પણ આવા નેટવર્કનો પ્રદાફર્સ કરવા માટે પાછી પાની કરતી નથી બુટલેગરો અવનવો કિમીઓ અપનાવી ગુજરાતમાં દારૂ ઘુસાડી રહ્યા છે ત્યારે પોલીસ બુટલેગરના ગમે તેવા કિમિયાને દબાવી બુટલેગર સુધી પહોંચી જાય છે અને ગુજરાતમાં આવતો દારૂ અટકાવવા પોલીસ સક્રિય બની છે ત્યારે આજે ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીવી ડોડીયા તેમના સ્ટાફ સાથે ગુજરાત રાજસ્થાન સરહદ પર આવેલી નેનાવા ચેક પોસ્ટ પર વાહન ચેકિંગમાં હતા તે સમય રાજસ્થાન તરફથી એક પીકપ ડાલું આવી રહ્યું હતું અને તેમાં શાકભાજીના કેરેટ ભરેલા હતા. પોલીસને શંકા જતા પોલીસે આ ગાડીની તલાસી લેતા શાકભાજીના કેરેટ નીચે સંતાડેલો લાખો રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે 7.50 લાખ કરતા વધુના મુદ્દા માલ સાથે એક ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અત્યારે તો સમગ્ર બાબતને લઈ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પરંતુ આ દારૂ ક્યાંથી આવતો હતો અને ક્યાં લઈ જવા તો હતો તે તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે
ધાનેરા પ્રતિનિધિ | ભરત ગલચર / બાજુ વણકર