પશુઓમાં જોવા મળતા લમ્પી વાઇરસના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીના જાહેરનામાના ભંગ કરતા ઇસમ સામે ડીસામાં ફરીયાદ દાખલ કરાઇ

પશુઓમાં જોવા મળતા લમ્પી વાઇરસના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીના જાહેરનામાના ભંગ કરતા ઇસમ સામે ડીસામાં ફરીયાદ દાખલ કરાઇ પશુઓમા ચાલતા લમ્પી વાઇરસને અટકાવવા માટે પશુઓની હેરફેર કરવા પ્રતિબંધ કરેલ હોવા છતાં પશુની એક જિલ્લાથી બીજા જિલ્લામા હેરફેર કરી ગુનો કરતા ઇ.પી.કો. કલમ-૧૮૮ મુજબ ધોરણસર કાર્યવાહી કરાઇ બનાસકાંઠા જિલ્લામાં પશુઓમાં જોવા મળતા લમ્પી વાઇરસના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા પશુઓની હેરફેર પર પ્રતિબંધ મુકતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. આ જાહેરનામાની કડક અમલવારીના પગલે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણાની સુચના મુજબ ડીસા રૂરલ પોલીસ દ્વારા પશુઓની હેરફેર કરતાં ઇસમો સામે ફરીયાદ દાખલ કરીને જાહેરનામાના ભંગ બદલ ઇ.પી.કો. કલમ-૧૮૮ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. બાબરભાઇ સાંકાભાઇ રબારી ઉ.વ-૪૨ ધંધો- ખેતી રહે. જાખા તા. સરસ્વતી જી. પાટણ વાળાએ પોતાના કબ્જા ભોગવટાના મહીન્દ્રા બોલેરો મેક્સી ડાલા નં.જીજે-૧૮-એટી-૧૫૧૯ ના ચાલકે હાલમા પશુઓમા ફેલાયેલ લમ્પી વાઇરસ ચાલતો હોઇ જેને અટકાવવા માટે પશુઓની હેરફેર કરવા પ્રતિબંધ કરેલ હોવા છતા પશુની એક જિલ્લાથી બીજા જિલ્લામા હેરફેર કરતો પકડાઇ જઇ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ના જાહેરનામાના ભંગ કરતા ઇસમ સામે  ડીસામાં ફરીયાદ દાખલ કરાઇ                         

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *