એક તરફ સમગ્ર ગુજરાતમાં પશુઓમાં ખાસ કરીને ગૌ વંશમાં લંપી વાયરસ નો રોગનો ભરડો વધી રહ્યો છે સરકાર રસીકરણ કરવામાં વામણી પુરવાર થઈ રહી છે ત્યારે વેટેનરી ઇન્ટર તબીબોએ પડતર માંગણીઓને લઈ આંદોલનની ચીમકી ઉચ્ચારવી પડી છે જૂનાગઢના વેટરનરી ઇન્ટર તબીબો દ્વારા આજે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં ઇન્ટરશીપ કરતા તબીબો એ ભથ્થું વધારવા માંગ કરી છે રાજ્યની કામધેનુ યુનિવર્સિટી હેઠળની વિવિધ કોલેજોમાં અભ્યાસ કરતા ઇન્ટર વેટરનરી 4,200 થી વધુ રૂપિયા આપવામાં આવે છે જુનાગઢ ખાતે અંદાજે 300 જેટલા ઇન્ટર તબીબો એ માંગ કરી છે કે આણંદ નવસારી દાંતીવાડા સહિત રાજ્યમાં અંદાજે 1600 થી વધુ વિદ્યાર્થીઓ વેટરનરી ઇન્ટર તબીબો છે રાજ્ય સરકારે મેડિકલ ઇન્ટર ડોક્ટરોને ભથ્થું વધારીને 18,500 કર્યું છે જ્યારે વેટરનરી તબીબોની મેડિકલ ની સમકક્ષ હોય વેટરનરી ઇન્ટર ડોક્ટરોનું ભથ્થું મેડિકલ ઇન્ટર ડોક્ટરની સમકક્ષ કરવા રજૂઆત કરવામાં આવી છે ઘણા લાંબા સમયથી પડતર માંગણીઓને ધ્યાને વેટરનરી ઇન્ટર ડોક્ટરો દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં જો સરકાર દ્વારા કોઈ કાર્યવાહી નહીં થાય તો ગાંધીનગર ખાતે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે