Live Tue, Nov 10, 2026
Rajkot • 31°C Sunny

રાજ્યના ડૉક્ટરો આ કારણે હડતાળ પર જશે, 22મીથી બંધ રહેશે ઈમરજન્સી સેવા

ICU મામલે આપવામાં આવેલા આદેશ બાદ ડૉક્ટરો ફરી એકવાર લડી લેવાના મૂડમાં છે. 22મી જુલાઈથી રાજ્યની ખાનગી હોસ્પીટલના ડૉક્ટરો ઈમરજન્સી અને ઓપીડી સેવાઓ બંધ કરી હડતાળ પર જશે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત બ્રાન્ચ દ્વારા આ એલાન કરવામાં આવ્યું છે. ખાસ કરીને આ દરમિયાન દર્દીઓની મૂશ્કેલીઓ વધી શકે છે. ટ્રસ્ટ આધારીત અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવા માટે મજબૂર બનવું પડશે.ખાનગી હોસ્પિટલોને અમદાવાદમાં ફાયર વિભાગ દ્વારા નવા નિયમો લાગુ કરવા માટે નોટીસ આપવામાં આવી હતી અને આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લોર પર લઈ જવા સહીતના આદેશ કરાયા છે આ સાથે કડકાઈથી આ જણાવ્યું છે. જેથી આજે જ કેટલાક ડૉક્ટરોનો સૂર આ પ્રકારના નિયમોની વિરુદ્ધ જોવા મળ્યો હતો ત્યારે આ હડતાળનું એલાન 22મી જુલાઈના રોજ કરાયું છે. અમદાવાદમાં અવાર નવાર આગ લાગવાની ઘટનાને પગલે ફાયર વિભાગ દ્વારા તમામ આઈસીયુ ગ્રાઉન્ટ ફ્લોર પર સિફ્ટ કરવા માટેનું સૂચન કરતી નોટીસ આપવામાં આવી છે. આ સાથે કાચ પણ કાઢી નાખવા માટે સૂચન નોટીસમાં કરવામાં આવ્યું છે. પ્રાઈવેટ હોસ્પિટલના ડૉક્ટરોમાં નારાજગી જોવા મળી રહી છે. તેઓ કહી રહ્યા છે કે અમે આવું થશે તો પેશન્ટને એડમિટ નહીં કરીએ. સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આઈસીયુ એવી જગ્યાએ હોવું જોઈએ જ્યાં લોકોની અવર જવર ઓછી હોય. આ ઉપરાંત લગાવવામાં આવેલા કાચ કાઢી લેવાનો પણ કોઈ મતલબ નથી જેથી આ પ્રકારે નિયમોમાં ફેરફાર કરવાનું કહેતા ડૉક્ટરો લડી લેવાના મૂડમાં છે.ખાસ કરીને હોસ્પિટલના સત્તાધીશો દ્વારા નોટિસ મળતાની સાથે જ ફાયર વિભાગના અધિકારીઓની સમજણ પર પણ તબીબો દ્વારા સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે. પહેલા ખાનગી હોસ્પિટલને આ આદેશ કરાયો હતો પરંતુ હવે તેમાં સરકારી હોસ્પિટલોને પણ આ આદેશ કરાયો છે. જો કે, લગભગ તમામ હોસ્પિટલોમાં આઈસીયુ ઉપરના ફ્લોર પર જ હોય છે. જેમાં ઘણી હોસ્પિટલો કોમર્શીયલ બિલ્ડીંગોમાં છે જેથી તેમના માટે આ મોટી મુસિબત સાબિત થઈ શકે છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરે ભક્તોની ભીડ, ચેન્નઈના પરિવારે માતાજીને 26.91 લાખનો સોનાનો હાર અર્પણ કર્યો Breaking
ગુજરાત • 📍 બનાસકાંઠા • Nov 10, 2026

નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરે ભક્તોની ભીડ, ચેન્નઈના પરિવારે માતાજીને 26.91 લાખનો સોનાનો હાર અર્પણ કર્યો

200 ગ્રામ વજનનો નવલખો હાર માતાજીના ચરણે ધરાવાયો; વહેલી સવારથી દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા,...
નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 10, 2026

નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે

યુવાનોને તાલીમ અને લોનની વ્યવસ્થા કરાશે; ખેડૂતોને ટપક સિંચાઈ માટે 80થી 90 ટકા સબસિડી...
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત

પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: