અમદાવાદ શહેરના મેઘાણીનગરમાં એક વૃદ્ધને રોકીને પોલીસ હોવાની ઓળખ આપીને 2 શખ્સોએ બાઇકની ચાવી કાઢી લીધા બાદ તમારી સામે કેસ કરવો પડશે કહીને નકલી પોલીસે બનીને ડરાવી ધમકાવીને રૂ. ૪૦ હજાર પડાવ્યા હતા.વૃદ્ધ ફરિયાદ કરતા મેઘાણીનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચાંદખેડા વિસ્તારમાં રહેતા મનસુખભાઇ રામજીભાઇ મકવાણાએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં બે અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે થોડા દિવસ અગાઉ સાંજે વૃધ્ધ બાઇક લઇને તેમની સ્ત્રી મિત્રને મળવા માટે વિરાટનગર ગયા હતા અને રાતે ૮.૩૦ વાગે મેમ્કો ચાર રસ્તા ઉતારીને તેઓ મેમ્કો બ્રિજ પરથી પસાર થતા હતા આ સમયે રામેશ્વર ચાર રસ્તા પાસે મોપેડ ઉપર આવેલા બે શખ્સોએ તેમને રોક્યા હતા અને પોલીસ હોવાની ઓળખ આવીને બાઇકની ચાવી કાઢી લીધી હતી.તમે આ સ્ત્રીને અવાર નવાર લઇને ફરવા જાઓ છો જેથી તમારા ઉપર કેસ કરવો પડશે, તેમ કહીને દમ મારીને ડરાવ્યા હતા બાદમાં આરોપીઓએ પોલીસ સ્ટેશન લઇ જવાનું કહીને કોઇક વ્યક્તિ સાથે ફોેન કરતા હોવાનું નાટક કર્યુ હતું. ત્યારબાદ તમારે કેસ ના કરવો હોય તો રૂ. ૮૭ હજારની માંગણી કરી હતી આ સમયે વૃધ્ધે પોતાની પાસે પડેલા રૃપિયા પાંચ હજાર આપ્યા હતા બાદમાં આરોપીઓએ એટીએમમાંથી રૂ. ૨૦ હજાર કઢાવી લીધા અને ઓન લાઇન ૧૫,૦૦૦ મેળવીને આરોપીઓ નાસી ગયા હતા.
વૃધ્ધને રોકીને પોલીસ હોવાની ઓળખ આપી 40,000 પડાવ્યા,ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
Related News Stories
નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરે ભક્તોની ભીડ, ચેન્નઈના પરિવારે માતાજીને 26.91 લાખનો સોનાનો હાર અર્પણ કર્યો
200 ગ્રામ વજનનો નવલખો હાર માતાજીના ચરણે ધરાવાયો; વહેલી સવારથી દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા,...
નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે
યુવાનોને તાલીમ અને લોનની વ્યવસ્થા કરાશે; ખેડૂતોને ટપક સિંચાઈ માટે 80થી 90 ટકા સબસિડી...
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
