Live Wed, Nov 11, 2026
Rajkot • 31°C Sunny

આધાર કાર્ડ સેન્ટર પર જવાની ઝંઝટથી મળશે છુટકારો! FaceRD એપ લોન્ચ, ઘરે બેસીને થશે કામ..

આધાર કાર્ડ ધારકો હવે ફેસ ઓથેન્ટિકેશન, દ્વારા તેમની ઓળખની પુષ્ટિ કરી શકશે…આ માટે એક એપ લોન્ચ કરવામાં આવી છે. કંપનીએ તેને Aadhaar FaceRD નામ આપ્યું છે. તેને યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે.

એન્ડ્રોઇડ યુઝર્સ આ એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે. એક રિપોર્ટ અનુસાર, ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજીની મદદથી આ એપ આધાર ઓથેન્ટિકેશન માટે વ્યક્તિના ચહેરાને લાઈવ કેપ્ચર કરે છે.

જન્મના પ્રમાણપત્ર, રાશન વિતરણ (PDS), CoWin રસીકરણ એપ્લિકેશન, શિષ્યવૃત્તિ યોજના, ખેડૂત કલ્યાણ યોજનાઓ માટે આ એપ્લિકેશનો ઉપયોગ કરી શકાય છે. UIDAIએ 12 જુલાઈએ ટવીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. ટવીટમાં કહેવામાં આવ્યું હતું કે, UIDAI RD એપ દ્વારા આધાર ફેસ ઓથેન્ટિકેશન ફીચરનો ઉપયોગ કરી શકાય છે. તેનો ઉપયોગ અનેક આધાર ઓથેન્ટિકેશન એપ્સ માટે થઈ શકે છે. આપને જણાવી દઈએ કે, આધાર ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજી UIDAI દ્વારા જ વિકસિત કરવામાં આવી છે.

Livemint ના એક અહેવાલ મુજબ, આ એપ સાથે, આધારકાર્ડ ધારકોને હવે લોકેટર આધાર એનરોલમેન્ટ સેન્ટરની મુલાકાત લઈને ફિઝીકલ ઓળખ માટે આઇરિસ અને ફિંગરપ્રિન્ટ સ્કેન કરવાની જરૂર રહેશે નહીં. આ વેરીફિકેશનથી આધાર હોલ્ડરની રિયલ આઈડેન્ટિટીને વેલિડેટ કરાય છે.

આના ઉપયોગ કરવા માટે, તમારે Google Play Store પરથી Aadhaar FaceRD ડાઉનલોડ કરવું પડશે. ત્યારબાદ તમને એપ પર આપવામાં આવેલ ગાઈડને ફોલો        કરો અને પ્રોસિડ ક્લિક કરો. ફેશ ઓથેન્ટિકેશન માટે, તમારો ચહેરો પ્રકાશમાં હોવો જોઈએ અને તમારો બેકગ્રાઉન્ડ ક્લીયર હોવો જોઈએ. મહત્વનું છે કે,  હાલ આધારકાર્ડનું મહત્વ કોઈપણ વ્યક્તિથી છુપાયેલું નથી. જો તમે સરકારની કોઈપણ યોજનાનો લાભ લેવા ઇચ્છતા હોવ તો તેના માટે તમારી પાસે આધાર કાર્ડ હોવું ફરજીયાત છે. ત્યારે  UIDAI દ્વારા લોન્ચ કરવામાં આવેલી આ એપ્લીકેશન તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.  

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરે ભક્તોની ભીડ, ચેન્નઈના પરિવારે માતાજીને 26.91 લાખનો સોનાનો હાર અર્પણ કર્યો Breaking
ગુજરાત • 📍 બનાસકાંઠા • Nov 10, 2026

નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરે ભક્તોની ભીડ, ચેન્નઈના પરિવારે માતાજીને 26.91 લાખનો સોનાનો હાર અર્પણ કર્યો

200 ગ્રામ વજનનો નવલખો હાર માતાજીના ચરણે ધરાવાયો; વહેલી સવારથી દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા,...
નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 10, 2026

નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે

યુવાનોને તાલીમ અને લોનની વ્યવસ્થા કરાશે; ખેડૂતોને ટપક સિંચાઈ માટે 80થી 90 ટકા સબસિડી...
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત

પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: