બનાસકાંઠામાં ગત રાત્રી ના ૧૨ વાગ્યા ના સમયે કાંકરેજ નેશનલ હાઇવે નંબર 27 રોડ ઉપર ઉણ ગામ ના બ્રિજ ઉપર અકસ્માતસર્જાયો હોવાની ઘટના સામે આવી છે.જેમાં ટ્રેલર માં બાઈક સવાર ધુસી જતા બાઈક સવાર નું ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યું હતું. જાણવા મળતી માહિતી અનુસાર બ્રેકડાઉન્ થયેલ ટ્રેઇલર ની પાછળ ના ભાગ મા અચાનક બાઈક સવાર ઘૂસી જતાં બાઈક સવાર નું મુત્યુ થયા હોવાની વિગત મળી રહી છે.અકસ્માત ની ધટના સ્થળ થી ટ્રેલર ચાલક ફરાર થયો છે.આજુબાજુ લોકો એકઠા થતા લોકો એ મૃતક બાઈક સવાર ને થરા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જે બાદ થરા પોલીસ મથક માં જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી ફરિયાદ નોધવાની તજવીજ હાથ ધરી છે