ડીસા તાલુકાના ખેટવા રેલ્વે ફાટક પાસે આજે એક કરુણ ઘટના બની હતી જેમાં ખેટવા ગામ નજીક પસાર થતી રેલવે ફાટકની બાજુમાં આજે ગાયો ઘાસ ચરી રહી હતી જે સમય અચાનક પાંચ જેટલી ગાયો ખેટવા રેલવે ફાટક ક્રોસ કરી રેલવે પટરી પર ચડી ગઈ હતી જે અંગેનું ધ્યાન રેલ્વે સિક્યુરિટી ગાર્ડ તેમ જ કોઈપણ વ્યક્તિને થઈ ન હતી જેથી ખેટવા પાસેથી પસાર થઈ રહેલી રેલવેની અડફેટે આ પાંચે ગયો આવી ગઈ હતી ટ્રેનની ટક્કર લાગતા ની સાથે જ આ પાંચે ગાયોના મોત નીચે હતા. પાંચ ગાયોના ટ્રેનની અડફેટે આવતા મોત ના સમાચાર થી રેલવે વિભાગના કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ વાયુવેગે આજુબાજુના લોકોમાં પ્રસરી જતા ઘટના સ્થળે લોકોના પણ ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને પાંચ જેટલી ગાયોના મોતથી સમગ્ર પંથકમાં ચોકની લાગણી છવાઈ હતી. જે બાદ રેલવે પટરી પર રેલવેની ટક્કર થી મોત નીચેની પાંચેક ગાયોના સવને આજુબાજુ ના સ્થાનિક લોકો અને રેલવે અધિકારીઓએ બહાર નીકળવામાં આવ્યા હતા અને બાજુમાં પડેલ જમીનમાં આ પાંચે ગાયોની દફનવિધિ એકસાથે કરવામાં આવી હતી અચાનક એક જ સાથે પાંચ ગાયોના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી હતી.