તાલેપુરાના ગ્રામજનો દ્વારા રેતી ભરેલા ડમ્પરો ની અવર જવર બંધ કરવા આવેદન પાઠવાયું

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ  ધનપુર તાલેપુરાના ગ્રામજનો દ્વારા આજરોજ નાયબ કલેકટર તેમજ મામલતદાર  ને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું જેમાં સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભડથ ગામની હદ માં  આવેલ બનાસ નદીના પટમાં આવેલી કોરિયો માંથી રેતી ભરીને ટ્રક ચાલકો તાલેપુરા થી થેરવાડા વિઠોદર બાજુ જતાં હોય છે ત્યારે આ ટ્રકચાલકો તાલેપુરા ગામની સીમમાં અને ગામને ગોંદરે થી પસાર થાય છે  આ ગામની પ્રાથમિક શાળા રસ્તામાં આવેલી છે તેમજ બાજુમાં આંગણવાડી કેન્દ્ર પણ આવેલ છે અને આ રેતી ભરીને બેફામ ચાલતા ડમપર ચાલકો દારૂ પીધેલી હાલતમાં હોય છે તો પ્રાથમિક શાળાના બાળકો તેમજ ગ્રામજનો અને ઓગણવાડી નાના ભૂલકાઓને ગંભીર ઈજા પહોંચે તેવી શક્યતા છે તો આ બાળકોની સુરક્ષા જાનમાલ ને નુકસાન પહોંચાડે તે પહેલા તાત્કાલિક ધોરણે તાલેપુરા થી નીકળતા તમામ ડમ્પરો ને અટકાવવા અને બંધ કરાવવા  ગ્રામજનોની અપીલ કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *