Live Thu, Oct 22, 2026
Rajkot • 31°C Sunny

વાવ પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ. એ.આર. ખત્રી અને પી.એસ.આઈ. વસાવાની હાજરીમાં ધૂળેટી પર્વની ઉજવણી

વાવ પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ. એ.આર. ખત્રી અને પી.એસ.આઈ. વસાવાની હાજરીમાં ધૂળેટી પર્વની ઉજવણી

વાવ થરાદ જિલ્લાના વાવ પોલીસ સ્ટેશન ખાતે ધૂળેટી પર્વની આનંદમય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વાવ પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.આર. ખત્રી અને પી.એસ.આઈ. વસાવાની હાજરીમાં પોલીસ સ્ટાફે એકબીજાને અબીલ-ગુલાલ લગાવી રંગોત્સવની ઉજવણી કરી હતી.

ધૂળેટી પર્વ નિમિત્તે પોલીસ કર્મચારીઓએ રંગબેરંગી કલર લગાવી એકબીજાને તહેવારની શુભેચ્છાઓ પાઠવી હતી. પોલીસ સ્ટેશનના પરિસરમાં ખુશી અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો.

સામાન્ય રીતે પોલીસ જવાનો પોતાની ફરજને કારણે પરિવાર સાથે તહેવારો ઉજવી શકતા નથી. લોકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાની મહત્વપૂર્ણ જવાબદારી નિભાવતા પોલીસ કર્મચારીઓએ પોલીસ સ્ટેશનમાં જ સહકર્મીઓ સાથે મળીને ધૂળેટી પર્વ ઉજવી ભાઈચારું અને એકતાનો સંદેશ આપ્યો હતો.

આ પ્રસંગે પોલીસ સ્ટાફ વચ્ચે પરસ્પર સ્નેહ અને સહકારની ભાવના વધુ મજબૂત બનતી જોવા મળી હતી.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

સ્વામિત્વ યોજનાના પ્રોપર્ટી કાર્ડમાં ગરથાર અને ખુલ્લી જગ્યાનો સમાવેશ કરવા સરપંચ સંગઠનની રજૂઆત Breaking
વાવ-થરાદ • 📍 વાવ થરાદ • Oct 15, 2026

સ્વામિત્વ યોજનાના પ્રોપર્ટી કાર્ડમાં ગરથાર અને ખુલ્લી જગ્યાનો સમાવેશ કરવા સરપંચ સંગઠનની રજૂઆત

વાવ-ધરણીધર તાલુકા સરપંચ સંગઠને DDOને આવેદનપત્ર આપ્યું; વાસ્તવિક કબજા મુજબ માપણી અને ખામીવાળા પ્રોપર્ટી...
સુઈગામમાં અઢી વર્ષના બાળકના મોતનો ચકચારજનક મામલો, પિતા સામે હત્યાનો આરોપ Breaking
ક્રાઇમ (Crime) • 📍 વાવ થરાદ • Oct 14, 2026

સુઈગામમાં અઢી વર્ષના બાળકના મોતનો ચકચારજનક મામલો, પિતા સામે હત્યાનો આરોપ

વાયરલ વીડિયો બાદ દફનાવેલા મૃતદેહને બહાર કઢાયો; FSL અને પોસ્ટમોર્ટમ રિપોર્ટથી મોતનું કારણ સ્પષ્ટ...
વાવ-થરાદ • 📍 Deodar • Oct 8, 2026

દિયોદર રેફરલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ખુલ્લામાં મેડિકલ વેસ્ટ મળતા સવાલો

વપરાયેલા ઇન્જેક્શન, લોહીના સેમ્પલનો કચરો અને દવાના પેકેટો ખુલ્લામાં જોવા મળ્યા; બાયોમેડિકલ વેસ્ટના નિકાલ...
બનાસકાંઠામાં સસ્તી કટલરીના નામે ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ Breaking
ક્રાઇમ (Crime) • 📍 BanasKantha • Oct 8, 2026

બનાસકાંઠામાં સસ્તી કટલરીના નામે ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ

LCBની કાર્યવાહીમાં ઉત્તરપ્રદેશની ગેંગના ત્રણ આરોપી ઝડપાયા; રૂ.4.02 લાખનો મુદ્દામાલ જપ્ત બનાસકાંઠા : દુકાનદારોને...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: