તાજેતરમાં જ વાવ તાલુકામાં ૨૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્ણ થઈ છે જેમાં વિજેતા બનેલા સરપંચો અને સભ્યોનું ગ્રામજનો તેમજ વિવિધ સંગઠનો દ્વારા સન્માન કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને પોતાના ગામનો વિકાસ થાય અને ગામમાં વિવિધ યોજનાઓનો લાભ દરેક વ્યક્તિને મળી રહે તે માટે વાવ તાલુકાના ૨૩ ગામમાં સ્થાનિક લોકોએ પોતાના ઉમેદવારને વિજય બનાવી ને ચુંટી ને લાવવામાં આવ્યા છે ત્યારે હાલમાં ગામડે ગામડે સરપંચ તેમજ સભ્યોનો સ્વાગત કરવામાં આવી રહ્યો છે
જે અંતર્ગત ગતરોજ તા- ૦૨-૦૧-૨૦૨૧ ના રોજ વાવ તાલુકાના સપ્રેડા ગામે પણ સરપંચ તરીકે વિજય બનેલા રતાભાઈ કેશરાભાઇ મણવર સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો આ સન્માન સમારોહ કાર્યક્રમમાં વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા સપ્રેડા ગામ ના સાર્વજનિક વિકાસ માટે ૫ લાખ ની ગ્રાન્ટ આપવાનું જણાવ્યું હતું ,આ કાર્યક્રમ માં તાલુકા ના આગેવાનો વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ,વાવ કોંગ્રેસ સમિતિ પ્રમુખ નર્સેંગભાઈ રાજપૂત ,બીડીએસ ના પ્રમુખ નરસિંહ ભાઈ,સેક્રેટરી શાંતિ લાલ રાઠોડ તેમજ વાવ સુઈગામ પંથક કેટલાક સરપંચો તેમજ સામાજિક આગેવાનો તેમજ સપ્રેડા ગ્રામજનો બહોળી સંખ્યા માં હાજર રહી વિજેતા બનેલા સરપંચનું સ્વાગત કરવામાં આવ્યું હતું