ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ફૂલ ગુલાબી ઠંડી માં તસ્કરો બે ફામ બન્યા છે.એક પછી એક મોટી ચોરી ઓની ઘટના ને અંજામ આપી રહ્યા છે.ત્યારે ડીસા પાટણ હાઇવે પર આવેલ શુભમ પાર્ટી પ્લોટ ની સામે આવેલ ઉત્સવ બંગલોજ ખાતે રહેતા ધનેશભાઈ રામલાલ પરમાર તેમનો પુત્ર અમદાવાદ ખાતે અભ્યાસ કરતો હોઈ તેમની જોડે બે દિવસ અગાઉ પોતાના ઘર ને લોક કરી અમદાવાદ ખાતે ગયેલા આજે સવારે તેમના બાજુના પડોશીએ ફોન કરી જાણ કરેલ કે તમારા ઘરે રાત્રીના સમયે ઘર નું તાળું તોડી ઘરમાંથી ચોરી થયેલ છે.
ત્યારે ધનેશભાઈ પરમાર તાત્કાલિક ડીસા પોતાના ઘરે આવી તપાસ કરતા તેમના ઘરનું તાળું તોડી બેડરૂમ માં સામાન વેર વિખેર હાલત પડેલ તેમજ તિજોરી નું તાળું તોડી તિજોરીમાં પડેલ સોનાના દાગીના તેમજ રોકડ રકમ સહિત કુલ પાંચ લાખ ઉપરાંત ની કોઈ અજાણ્યા ચોર શખ્સો ચોરી કરી પલાયન થઈ ગયેલ જે બાદ ધનેશભાઈ પરમારે ડીસા દક્ષિણ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે..