ડીસા તાલુકામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારોનો ઠેરઠેર અલગ અલગ કમિટીઓ દ્વારા સત્કાર સમારોહ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે ત્યારે ડીસા તાલુકાના જુનાડીસા ગામે ન્યાય સમિતિ ચેરમેન વિણાબેન પિયુષ ભાઈ પુનડીયાના નિવાસસ્થાને દલિત સમાજ સહિત અઢારે આલમના સરપંચોનું સરપંચ સત્કાર સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ડીસા તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના સરપંચો પધાર્યા હતા જેમાં ફુલહાર પુષ્પગુચ્છ આપી અભિવાદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાલડી સરપંચ બાબુભાઈ પરમાર વારા સરપંચ અરજણભાઈ પરમાર સદરપુર બિનહરીફ સભ્ય વિજેતા પરષોત્તમ ભાઇ પરમાર ડીસા બાંધકામ શાખા એસો રોહીત ભાઈ અને એન. ટી માળી કારોબારી ચેરમેન શક્તિ કેન્દ્ર પ્રમુખ હસમુખ ભાઈ મોદી ભુરાજી ઠાકોર જયેશ ભાઈ દેસાઈ સહીત ના નામી અનામી આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જ્યારે પાલડી ગામના સરપંચ સતત જનરલ બેઠક ઉપરથી બીજી ટર્મ મા ચૂંટાઈ આવતા પાલડી ગામના સરપંચે સંબોધન કરતાં કહ્યું હતું કે દલિત સમાજના લોકોએ પોતાની માનસિકતા બદલીને શિક્ષિત સંગઠિત બનવાની જરૂર છે તયારે જ દરેક સાચા આપણે સ્વીકારશે જ્યારે સાચા અર્થમાં નોગામનો વિકાસ કરીશું તો લોકો આપણને નહિ પરંતુ આપણા કામને જોઈને ચોક્કસથી બીજીવાર આપને વિજેતા બનાવશે એ મારું જાત અનુભવ છે કરે દરેક સમાજે એક થઈને સાચા અર્થમાં ગામનો વિકાસ કરવાની જરૂર છે તેની પાલડી ગામના સરપંચે હાકલ કરી હતી જ્યારે આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો