રાજ્યમાં આજથી તરુણોમાં વેક્સિનેશનનો પ્રારંભ થયો છે.15 થી 18 વર્ષના તરુણોને વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે બનાસકાંઠા માં પણ આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ તાલુકા તથા ગામડા ઓ માં હેલ્થ ટીમો દ્વારા વેક્સીનેસન શરુ કરવામાં આવ્યું છે જે અંતર્ગત વાવ તાલુકા હેલ્થ ઓફીસ અને ગોલગામ PHC ના સહિયારા પ્રયાસ થી આજ રોજ તા -૦૩-૦૧-૨૦૨૨ ના વાવ ની વિનય મંદિર હાઇસ્કુલ ખાતે કોરોના વેક્સીન આપવામાં આવી રહ્યું છે
જેમાં અંદાજીત ૬૫૦ ડોઝ નું કોવેક્શીન કરાયું છે આ કાર્યક્રમ માં વાવ તાલુકા હેલ્થ ઓફિસર ડોકટર બ્રિજેશ વ્યાસ અને ગોલગામ PHC ના આરોગ્ય સ્ટાફ ના મેડીકલ ઓફીસર ઈશ્વરભાઈ રાજપૂત ,નટુભાઈ પ્રજાપતિ ,રણજીતભાઈ ,હાર્દિકભાઈ ત્રિવેદી તેમજ સોનલબેન ,મોનીકાબેન પટેલ,ગૌતમ ભાઈ રાજગોર ,એડી પરમાર ,કનુભાઈ ઉપાધ્યાય સહીત આશાવર્કર બહેનો હાજર રહી વેક્સીનેસન કરવામાં આવ્યું હતું