સરહદી સૂઇગામ તાલુકાના ઉચોસણ મોરવાડા રસ્તો ૭ કિમી રસ્તા ની સાઈડ માં આવેલ બાવળ વાહન ચાલકો ને સાઈડ આપવામાં બહુ મુશ્કેલીઓ પડી રહી છે જેને લઇને કેટલા જાગૃત નાગરિક જણાવી રયા છે કે અમારે પશુઓ ખેતરે થી લઇને આવતા હોય જેને લઈને વાહન ચાલકો આવતા હોય અમારા પશુઓને પણ સાઈડ આપવામાં મુશ્કેલીઓ પડી રહી છે તો વળી પ્રાઇવેટ વાહન ચાલકો ને પણ સામેથી આવતા વાહન ચાલકો ને સાઈડ આપવામાં ભારે મુશ્કેલી પડી રહી છે તો થરાદ માર્ગ મકાન પંચાયત વિભાગ ના અધિકારીઓ જાણે કુંભકર્ણ નિદ્રા માં હોય જેથી રોડ ની સાઈડ ના બાવળ દૂર કરવા માં તસ્દી ન લેતા હોય જેથી કરીને થરાદ માર્ગ મકાન પંચાયત વિભાગ ના અધિકારીઓ જલદી માં જલદી રોડ ની સાઇડો ના બાવળો દૂર કરાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે ત્યારે જોવાનું રયુ માર્ગ મકાન પંચાયત વિભાગ ના અધિકારીઓ ક્યારે ઉચોસણ મોરવાડા રોડ ની બને બાજુની સાઈડ માં રહેલ ગાંડા બાવળ દૂર કરાવે છે.કે નહિ જે હવે જોવું રહ્યું…!