વડગામ ખાતે જાહેરમાં દારૂના નશામાં ધૂત પુત્ર ને પાણી છાંટી જગાડવા નો પ્રયત્ન કરતાં પિતા ના વિડીયો સોસીયલ મિડિયામાં વાયરલ

 બનાસકાંઠા જીલ્લા ના વડગામ પોલીસ સ્ટેશન થી થોડા જ દુર મસ્ત મોટા ચાલતા અડ્ડાઓ પર દારૂડિયા ખુલ્લેઆમ દારૂ ની મોજ મસ્તી માં જાણે  રાજસ્થાનમાં ફરતા હોય તેવી રીતે ખુલ્લેઆમ પોલીસની નજર સમક્ષ ખુલ્લેઆમ ફરતા અને પડતા રખડતા જોવા મળે છે હાલમાં જોવા મળતા અને સોસીયલ મિડિયામાં વાયરલ વિડીયો માં એક બાપ પોતાના દીકરાને દારૂના નશામાં ધુત જોઈ અને પોતાના દીકરાની સાર સંભાળ લઈ રહ્યા છે એ હાલત જોતા કરુણતા અનુભવી રહ્યા છે બેભાન રીતે પડેલા દીકરાને પોતાનો પિતા પાણીના ડબલા ભરી ભરી જગાડવા માટે ની કોશિશ કરી રહ્યા છે આ એક દ્રશ્ય પણ કરુણતા દેખાડી રહ્યું છે વડગામ ની અંદર ચાલતા દેશી-વિદેશી  દારૂ ના અડ્ડાઓ કોને મહેરબાનીથી ચાલે છે એ આવા યુવાનો  નશામાં ધુત થઈ પોતાના જીવનનો અંત લાવી રહ્યા છે તો સત્વરે બનાસકાંઠા પોલીસ અધિક્ષક તથા આ સંબંધિત લાગતા-વળગતા અધિકારીઓ આ દારૂ ના અડ્ડાઓ  બંધ કરાવશે????કે શું  કે પછી આવા દ્રશ્યો જોવા મળતા જ રહેશે એ તો આવનારો સમય જ નક્કી કરશે….

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version