બનાસકાંઠા જીલ્લા માં દિન પ્રતિદિન અકસ્માત ની ધટના માં વધારો જોવા મળે છે.જેમાં અનેક લોકો મોત ને પણ ભેટતા હોય છે.ત્યારે વધુ એક અકસ્માત સામે આવ્યો છે.જેમાં વાવ તાલુકા ના ડેડાવા બેણપ રોડ ગત સાંજ ના સુમારે બેણપ તરફ થી આવતી અલ્ટો ગાડી નંબર :GJ16AJ6214 ના ચાલક ચાંદાભાઈ લક્ષ્મણ ભાઈ વણોલ બેણપ ગફલતભર્યું ડ્રાયવીંગ તેમજ પૂરપાર ઝડપે બાળકી શ્રુતિબેન શૈલેશભાઈ જોશી ને ટક્કર મારતા બાળકી ફંગોળાતા ધટના સ્થળે બાળકી નું મોત નીપજ્યું હતું.આજબાજુ ના સ્થાનિક લોકો એકઠા થતા એમ્બ્યુલન્સ ને કોલ કરતા ન આવતા બાઈક પર સરકારી દવાખાને આવવાનીકળતા માડકા પાટિયા પાસે ૧૦૮ મળતા ૧૦૮ મારફતે વાવ રેફરલ હોસ્પિટલ પહોચ્યા હતા.જ્યાં ફરજપર ના ડોકટરે બાળકી શ્રુતિબેન શૈલેશભાઈ જોશી ને મૃતધોષિત કરી હતી.મૃતક બાળકી ને પીએમ અર્થે ખસેડી હતી.તેમજ વાવ પોલીસ ને જાણ કરતા વાવ પોલીસ ધટના સ્થળે આવી પહોચી પંચનામું કરી અકસ્માત નો ગુન્હો નોધી વધુ તપાસ હાથધરી હતી.