દિયોદર ના સણાદર પ્રાથમિક શાળા-2 નંબર ના ઓરડાઓ ઉપર બિપોરજોય વાવાઝોડા માં ઝાડ પડવાથી ઓરડાઓ ની દિવાલો જર્જરિત બની હતી શાળાના ત્રણ ઓરડાઓ ના સિમેન્ટ ના પતરા ઉડ્યા હતા જ્યાં એક વર્ષ અગાઉથી શાળાને ડેમેજ જાહેર કરવામાં આવી હતી. બીપોર જોય વાવાઝોડા માં ઓરડાઓ જર્જરિત બનતા શાળાના વિધાર્થીઓ ખુલ્લામાં બેસી અભ્યાસ કરવા મજબુર બન્યા હતા.શાળાની પરિસ્થિતિ અને વિધાર્થીઓ ના વેદનાનો અહેવાલ મીડિયા એ બતાવ્યો હતો.આખરે સમાચારો ની અસર થી જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ અને તાલુકાના શિક્ષણ વિભાગ સહીત દિયોદર તાલુકા વિકાસ અધિકારી શાળાની મુલાકાત લઈ કરી શાળાના બાળકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ.શાળાના બાળકોને અભ્યાસ માટે હાલ ગામમા આવેલ મીની અંબાજી માતાજીના મંદિરમા આવેલા કોમ્યુનિટી હોલની જગ્યામાં બાળકોને અભ્યાસ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં સ્થાનિક લોકોએ મીડિયા નો આભાર. માન્યો હતો.