- કેનાલમાં ન્હાવા પડેલ ત્રણ ભાઈઓમાંથી બેનાં મોત,એકને બચાવ્યો,પરિવારમાં માતમ છવાયો
સરહદી વાવ તાલુકાની ઢીમા સપ્રેડા ડિસ્ટબ્યુટરી મેઈન બ્રાન્ચનર્મદા કેનાલમાં શનિવારનો દિવસ ઈઢાટાનાં ઠાકોર પરિવાર માથે આભ તૂટી પડ્યું હતું.એક જ પરિવારનાં બન્ને સગાભાઈઓનાં ત્રણ દીકરાઓ બપોરે કેનાલમાં ન્હાવા માટે પડ્યાં હતાં.ત્યારે બે ભાઈઓ કેનાલનાં સાયફનમાં આવી જતાં કરુણ મોત થયાં હતાં. જોકે એક ભાઈને બચાવી લેવામાં આવ્યો હતો.એક જ પરિવારનાં માસૂમ બાળકોનાં અકાળે મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે.આમ સરહદી પંથકમાં ઉનાળુ પાક માટે છોડવામાં આવેલ સિંચાઈનું પાણી પરિવારનાં બે દીકરાઓ માટે મોત માટે આવ્યું હોય તેવુ બન્યું છે.
મળતી માહિતી મુજબ, વાવ તાલુકાની ઢીમા સપ્રેડા ડિસ્ટબ્યુટરી મુખ્ય બ્રાન્ચ કેનાલમાં ઈઢાટા ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં શનિવારે બપોરેનાં સમયે કેનાલમાં ન્હાવા માટે પડ્યાં હતાં.હિતેશ કુંભાભાઈ ઠાકોર (આશરે ઉ.વ.12),વિજય સુબાભાઈ ઠાકોર (આશરે ઉ.વ.10)બન્ને પિતરાઈ ભાઈઓનાં ડૂબી જવાથી કરુંણ મોત થયાં હતાં.તો વળી કેનાલનાં રોડ પરથી પસાર થતાં બાઈક ચાલકે સાયફનની લોખંડની જાળી પર ઉભા રહીને વિક્રમભાઈ કુંભાભાઈ (આશરે.14)ને કેનાલનાં સાયફનની બહારથી બચાવવામાં આવ્યો હતો. જોકે બન્ને મૃતદેહને સાયફનમાંથી બહાર કાઢવામાં કેનાલનું પાણી વામીમુખ્ય ગેટ પરથી બંધ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.