દિવસેને દિવસે જે પ્રમાણે દરેક સમાજ એકતા જળવાઈ રહે અને દરેક સમાજના લોકો એક સંગઠિત થાય તે માટે સમાજના આગેવાનો દ્વારા વિવધ કાર્યક્રમો કરવામાં આવી રહયા છે.જેને લઈ હવે દરેક સમાજના લોકોએ નવો રાહ ચિંધ્યો છે દરેક સમાજના લોકો એક સાથે હળી-મળીને રહી શકે તે માટે દરેક સમાજ દ્વારા આજે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે સમાજ દ્વારા કરવામાં આવતું સમૂહ લગ્નનું આયોજન નો મુખ્ય હેતુ આજે દરેક સમાજના લોકો એક જ સાથે એક જગ્યા પર સંગઠિત થઈ પોતાના સમાજ પ્રત્યે લાગણીઓ જાગે અને દરેક લોકો સાથે રહે તે હોય છે. જે અંતર્ગત આજે ડીસા તાલુકાના પારપડા ગામે પણ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત ગુરુ બ્રહ્મ સમાજ દ્વારા આજે 11 માં સમૂહ લગ્નનું પારપડા ગામ ખાતે આયોજન થતા 16 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા દર વર્ષે ગુરુ બ્રહ્મા સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવતું હતું પરંતુ કોરોનાવાયરસ ની મહામારી ના બે વર્ષના કારણે સમૂહ લગ્ન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.જે બાદ આ વર્ષે કોરોનાવાયરસ ની મહામારી ઓછી થતા આ વર્ષે ફરી એક વાર ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા અત્યાર માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં ખાસ આજના યુગમાં દિકરા-દિકરીઓ શિક્ષણની સાથોસાથ સમાજ પ્રત્યે પણ લાગણી દાખવે તે માટે આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં સમગ્ર ગુજરાતભરમાંથી ગ્રુપ બ્રહ્મસમાજના લોકો હાજર રહી 16 નવ યુગલોને આશિર્વચન આપ્યા હતા