વાવ તાલુકાનાં ગામડાઓમાં પીવાનાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ

  • ગોલગામ,રાછેણા,રાધાનેસડા,ચોથાનેસડા,લોદ્રાણી જેવાં ગામડાઓમાં પીવાનાં પાણી માટે રઝળપાટ

બનાસકાંઠા જિલ્લાની ભારત અને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલ વાવ તાલુકાનાં અનેક ગામડાઓમાં ભરઉનાળે પણ પીવાનાં પાણી માટે મહિલાઓ,બાળકોને રઝળપાટ કરવી પડે છે.તો વળી વાવ તાલુકાનાં સરહદને અડીને આવેલા ચોથાનેસડા,કુંડાળીયા,રાધાનેસડા,રાછેણા,ગોલગામ,લોદ્રાણી જેવાં ગામડાઓમાં એક માસથી પીવાનું પાણી આવતું નથી.ત્યારે હવાડાઓ ખાલી હોવાથી મૂંગા પશુઓ પણ મોતને ભેટી રહ્યાં હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.આ અંગે રાછેણા ગ્રામપંચાયત દ્વારા પણ ઉચ્ચકક્ષાએ રજુઆત કરી હતી.જેમાં જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસમાં પીવાનાં પાણીની સમસ્યા હલ નહિ થાય તો આમરણાંત ઉપવાસ આંદોલન કરવું પડશે. ગોલગામ સરપંચ દિનેશભાઈ પટેલે વાવ મામલતદારને પીવાનાં પાણી માટે આવેદનપત્ર આપ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા ઘર ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાની યોજના વચ્ચે પણ દિવા તળે અંધારું હોય એમ ગુજરાતમાં વિકાસ વાતો અને આંધળી દોટ વચ્ચે પણ બનાસકાંઠા જિલ્લાનાં વાવ તાલુકામાં અનેક ગામડાઓમાં પીવાનાં પાણીની દર વર્ષે ઉનાળામાં ગંભીર સમસ્યા સર્જાય છે.સ્થાનિક અધિકારીઓને રજુઆત કરવાં છતાં પણ નક્કર કાર્યવાહીને અભાવે માત્ર ચાર દિવસ ઉહાપોહ થાય ત્યારે પીવાનાં પાણીનાં ટેન્કર કે મેઈનલાઈનમાંથી આપવામાં આવતું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.પીવાનાં પાણીની મેઈનલાઈનમાંથી કરેલ ગેરકાયદેસર કનેકશનને કારણે અનેક ગામડાઓમાં પીવાનું પાણી નથી

  • લોકો કહે છે ચાર દિનકી ચાંદની ફિર અંધેરી રાત

વાવ તાલુકાનાં ગોલગામ,રાધાનેસડા,ચોથાનેસડા,રાછેણા,કુંડાળીયા જેવાં ગામડાઓમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાનાં પાણી માટે લોકોએ રઝળપાટ કરી રહ્યાં છે.ત્યારે રજુઆત અને ઉહાપોહ કરવાથી માત્ર ચાર દિવસ પાણીનાં કોન્ટ્રાક્ટર પાણી આપે છે અને વળી પાણી બંધ થઈ જતું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.

  • ગોલગામ સરપંચ દ્વારા નિયમિત સ્વખર્ચે ટેન્કર દ્વારા પીવાનું પાણી અપાઈ રહ્યું છે.

આ અંગે ગોલગામ સરપંચ જણાવ્યું હતુ કે છેલ્લાં એક માસથી પીવાનું પાણી મળતું નથી.ત્યારે હાલમાં હું પોતે સ્વખર્ચે પીવાનું પાણી ગ્રામજનોને મળે એવી વ્યવસ્થા કરી છે.અમોએ સરકાર દ્વારા જાહેર કરેલ ગાંધીનગર ખાતે ટોલ ફ્રી નમ્બર પણ પણ રજૂઆત કરી છે.અને વાવ મામલતદારને પણ આવેદનપત્ર આપ્યું હતું. સોમવારે થરાદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આપશે

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version