સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને નેશનલ હાઈવે પર છેલ્લા એક અઠવાડિયામાં અનેક નાના-મોટા અકસ્માત સર્જાયા છે જેમાં કેટલાય લોકો ઘવાયા છે તો કેટલાક લોકો મોત ને ભેટ્યા છે આવી વધુ એક ધટના બનાસકાંઠા ના વાવ સૂઇગામ હાઈવે પર બની છે જેમાં જાણવા મળતી માહિતી અનુસાર એક ધઉં ભરેલ ટ્રેલર વાવ તરફ થી સૂઇગામ તરફ જઈ રહ્યું હતું . તેની આગળ થાભલા ભરેલું ટ્રેકટર આગળ જઈ રહ્યું હતું . અચાનક ટ્રેકટર આગળ કોઈ કારણોસર ટ્રેકટર ના ડ્રાઈવર દ્વારા બ્રેક મારતા ની સાથે પાછળ આવી રહેલ ટ્રેલર ટ્રેકટર ની ટ્રોલી માં ઘુસી જતા ધડાકા નો આવાજ સાભળી લોકો ધટના સ્થળે પહોંચ્યા હતા.જોકે ટ્રેલર અને ટ્રેકટર માં આગ લાગતાં આજુબાજુ માં રહેલ લોકો દ્વારા ફાયર ફાયટર નો સંપર્ક કરતા ધટના સ્થળે આવી પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

પરંતુ ટ્રેલર માં રહેલ ધઉં ધટના સ્થળે બળી ખાખ થયા હતા.જેમાં ટ્રેકટર નો ડ્રાઈવર તેમજ ટ્રેલર ના ડ્રાઈવર નો આબાદ બચાવ થયો હતો.જેમાં ટ્રેકટર માં બેસેલ અન્ય વ્યક્તિ નાની મોટી ઈજાઓ થતાં 108મારફતે વાવ ની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો .ધટના ની જાણ પોલીસ ને થતાં વાવ પોલીસ ધટના સ્થળે આવી પહોંચી હતી.તપાસ હાથ ધરી છે