ડીસા તાલુકાના થેરવાડા ગામે ઓર્થોપેડીક કેમ્પ યોજાયો

સરહદી બનાસકાંઠા જીલ્લા ના ડીસા તાલુકાના થેરવાડા ગામે ઓર્થોપેડીક કેમ્પ યોજાયો હતો. હાલમાં શિયાળાની ઋતુની શરૂઆત થતાની સાથે જ સૌથી વધુ લોકોને શરીરના દુખાવા નો સામનો કરવો પડે છે. ખાસ કરીને અત્યારે વૃદ્ધ લોકો સૌથી વધુ શરીરના દુખાવા નો સામનો કરતા હોય છે ત્યારે તેમને સમયસર અને યોગ્ય સારવાર મળી રહે તે માટે છેલ્લા ઘણા સમયથી રહી છે હાલમાં શિયાળાની ઋતુમાં હાડકાના દુખાવા ની તકલીફ દર્દીઓને સૌથી વધુ જોવા મળતી હોય છે અને તેની સારવાર માટે મોટા ખર્ચાઓ કરવા પડતા હોય છે ત્યારે આજે ડીસા તાલુકાના થેરવાડા ગામે ઓર્થોપેડિક ડોક્ટર મિલન કોઠારી દ્વારા તેમજ પેછડાલ ગામ ના ભીખાભાઈ  પટેલ દ્વારા નિ:શુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં થેરવાડા ગામ સહિત આજુબાજુના અનેક ગામના દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *