બનાસકાંઠામાં થરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની આજે ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે ભાજપના પૃથ્વીરાજસિંહ વાઘેલા જ્યારે ઉપપ્રમુખ તરીકે નૈસદભાઈ શાહ ની બિનહરીફ વરણી કરાઈ હતી. થરા પાલિકામાં ફરી એકવાર ભાજપને સત્તાનું સુકાન સંભાળતા જ શુભેચ્છકોએ મોં મીઠું કરાવી આતશબાજી કરી જીત નો જશ્ન મનાવ્યો હતો
કાંકરેજ થરા નગરપાલિકામાં આજે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી. થરા નગરપાલિકા ની ચૂંટણીમાં ભાજપે 20 સીટો મળી હતી જ્યારે કોંગ્રેસને માત્ર ચાર સીટો મળી હતી. ત્યારબાદ આજે નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપે પૃથ્વીરાજ સિંહ વાઘેલા ને મેન્ડેડ આપતા અને એક માત્ર તેમનું ફોર્મ રજૂ થતા તેમની પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી જ્યારે ઉપપ્રમુખ તરીકે નૈશદભાઈ શાહ ની બિનહરીફ વરણી થઈ હતી. થરા નગરપાલિકામાં ફરી એકવાર ભાજપે સત્તાના સુકાન સંભાળતા શુભેચ્છકોએ તેમાં મીઠું કરાવી, આતશબાજી કરી વિજયોત્સવ મનાવ્યો હતો આ પ્રસંગે પાલિકાના નવનિયુક્ત પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા અને જિલ્લાના પ્રભારી સુરેશભાઈ સાહે થરા શહેર ના વિકાસ ની ખાત્રી આપી હતી.