ભાદરવી પૂનમના મેળામાં જિલ્લા માહિતી કચેરી પાલનપુરની માનવતા મહેંકી ઉઠી

અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમના મેળામાં જિલ્લા માહિતી કચેરી પાલનપુરની માનવતા મહેંકી ઉઠી હતી. તા.23 સપ્ટેમ્બર થી શરૂ થયેલા અંબાજીના મેળામાં પ્રચાર પ્રસાર અને મીડિયા મેનેજમેન્ટની વિશેષ જવાબદારી નિભાવી રહેલું માહિતી ખાતું માનવીય અભિગમ સાથે રાઉન્ડ ધ કલોક મેળાનું વિશેષ કવરેજ કરી રહ્યું છે.
મેળાના ચોથા દિવસે આજે તા.27 મી સપ્ટેમ્બરે માહિતીની ટીમ ત્રિશૂળીયા ઘાટ બાજુ પગપાળા સંઘોનું કવરેજ કરી રહી હતી ત્યારે પાંછા નજીક એક વ્યક્તિ રસ્તા પર દર્દ થી કણસી રહેલ નજરે પડ્યો હતો. આ વ્યક્તિની હાલત જોતાં પાલનપુર માહિતી કચેરીના માહિતી મદદનીશ જીજ્ઞેશ નાયકે તરત આ વ્યક્તિની ખબર પૂછી તો તેને છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હોવાની હકીકત જાણી હતી. પાલનપુરથી મેળામાં પગપાળા આવેલ શ્રી શંકરભાઈ મોહનલાલ સલાટ ઉ.વ 22 ને છાતીમાં દુખાવો, મુંઝવણ અને ગભરામણથી તબિયત બગડી હતી.

શ્રી શંકરભાઈની તબિયત લથડતી જોઈ માહિતીની ટીમ તેમની ગાડીમાં આદ્યશક્તિ જનરલ હૉસ્પિટલ ખાતે લઈ ગઈ અને તેમને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવી હતી. માહિતી કચેરીની કામગીરીને આદ્યશક્તિ જનરલ હૉસ્પિટલના સુપ્રીટેન્ડન્ટશ્રી વાય. કે. મકવાણા સહિત સ્ટાફે પણ બિરદાવી હતી. જ્યારે શ્રી શંકરભાઈ સાથેના સાથી મિત્રોએ માહિતીની ટીમનો આભાર માન્યો હતો.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version