યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલ ભાદરવી પૂનમનો મેળો સોળે કળાએ ખીલ્યો છે. લાખો પદયાત્રિકો અને શ્રધ્ધાળુ માઇ ભક્તોનો અવિરત પ્રવાહ અંબાજીમાં ઉમટી રહ્યો છે ત્યારે મેળામાં પગપાળા ચાલતા યાત્રિકોને સામાન્ય થાક, દુ:ખાવો અને નાની મોટી બિમારીની સમસ્યા પણ સતાવતી હોય છે. ઉપરાંત ઇમરજન્સી મેડિકલ સારવારની પણ જરૂરિયાત ઉભી થતી હોય છે. મેળામાં કોઈપણ વ્યક્તિ મેડિકલ સારવારથી વંચિત ન રહે અને ઇમરજન્સી સારવાર મળી રહે એ માટે અંબાજી ખાતેની આદ્ય શક્તિ જનરલ હોસ્પિટલમાં ડૉક્ટર્સ અને સ્ટાફ રાઉન્ડ ધ કલોક કામગીરીમાં ખડેપગે સેવા આપી રહ્યો છે.
મેળાની શરૂઆતથી અત્યાર સુધીમાં 357 લોકોને ઇમરજન્સી સારવાર આદ્ય શક્તિ જનરલ હોસ્પિટલ, અંબાજી ખાતે આપવામાં આવી છે. જેમાં 175 યાત્રિકો બહારથી આવતા પદયાત્રિકો છે. જ્યારે નાના મોટા અકસ્માત કે ઇજા થવાના કિસ્સામાં 93 દર્દીઓને ટાંકા લેવામાં આવ્યા છે. અને 52 પેશન્ટને પાલનપુર રીફર કરવામાં આવ્યા છે.
આદ્ય શક્તિ જનરલ હોસ્પિટલ, અંબાજીના સુપ્રીટેન્ડન્ટશ્રી વાય. કે. મકવાણાએ અંબાજી મેળામાં કોઈ પ્રકારની મેડિકલ કટોકટી માટે પહોંચી વળવા અમારો સ્ટાફ ખડેપગે તૈયાર છે એમ જણાવી અંબાજી મેળામાં રાઉન્ડ ધ કલોક કામગીરી માટે હોસ્પિટલ તંત્ર સજ્જ હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે એક પદયાત્રિકને હૃદયરોગનો હુમલો આવતાં તેને મોંઘામાં મોંઘું streptokinase ઇન્જેકશન અને જરૂરી દવા નિઃશુલ્ક આપી તેને જીવતદાન આપ્યુ હતું.
પદયાત્રીશ્રી હીરાભાઈ ધનાભાઇ બારીયા (ઉંમર ૬૦ વર્ષ, રહેવાસી સાકરીયા દાહોદ) છાતીમાં દુ:ખાવો, ગભરામણની તકલીફ સાથે હોસ્પિટલ આવ્યા હતા. જ્યાં તેમનું બીપી ૧૬૦/૧૦૦ અને ECG તપાસતા તીવ્ર હૃદયરોગનો હુમલો ( Acute Inferior wall MI) આવ્યો હોવાથી તેમને તાત્કાલિક ઇન્જેકશન streptokinase તેમજ જરૂરી દવા આપવાની જરૂરિયાત ઉભી થઇ હતી. જે નિઃશુલ્ક આપતાં દર્દીને સંપૂર્ણ રાહત થઈ હતી. દર્દીને સારું થતાં જાતે પોતાના વતનમાં ગયું હતુ
તો હડાદ રોડ પર અકસ્માત થયેલ લકઝરીમાં સવાર 46 પેશન્ટને એકસાથે આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. ઘાયલ મુસાફરો પૈકીના ગંભીર પ્રકારના દર્દીઓને પાલનપુર ખસેડવાની વ્યવસ્થા કરી માનવતા સાથે મેડિકલ સારવારનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જ્યારે શ્રીમતી ચન્દ્રીકાબેન ભરતભાઇ રાવલ નામની મહિલાનું અકસ્માતે મોત થતા pm કરવામાં આવ્યું હતું.
હાલમાં મેળાને અનુલક્ષીને આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી ખાતે 15 સ્પે.ડોક્ટર્સ, 10 મેડિકલ ઓફીસર્સ, 24 સ્ટાફ નર્સ સહિત 100 કરતાં વધુ સ્ટાફ ખડેપગે યાત્રિકોની મેડિકલ સુવિધા અને સારવાર ની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા