શ્રદ્ધા સાથે સંદેશ: દીકરી જન્મની ખુશીમાં મહેસાણા Gj 2 પગપાળા યાત્રા સંઘ અંબાજી આવ્યો

અંબાજી ભાદરવા પૂનમના મેળાની ઓળખ સમા પગપાળા યાત્રા સંઘોનો અવિરત પ્રવાહ માં અંબાના ધામમાં જય અંબેના જયઘોષ સાથે ઉમટી રહ્યો છે. ગામે ગામથી અને દૂર સુદૂર થી પદયાત્રા સંઘો માં ના દર્શન માટે આવી રહ્યા છે. આસ્થા, ભક્તિ, શ્રદ્ધા અને બાધા માનતા સાથે પધારી રહેલા સંઘો અનન્ય ઉત્સાહ સાથે અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે.
મેળાના ચોથા દિવસે મહેસાણા દેલા વસાહતનો GJ 2 પગપાળા યાત્રા સંઘ અંબાજી પહોંચ્યો હતો. જેમાં 80 જેટલાં માઇભક્તો જોડાયેલા હતાં. છેલ્લા સાત આઠ વર્ષથી આ સંઘ અંબાજી ભાદરવી પૂનમના મેળામાં પગપાળા સંઘ રૂપે આવે છે. સંઘમાં આવતા માઇભક્ત મુકેશભાઈને ત્યાં દીકરી અવતરણની વધામણી રૂપે માં અંબાને 201 ફૂટની ધજા ચડાવવાની માનતા પૂર્ણ કરવા સંઘ આવ્યો છે. દરવર્ષે આ સંઘ અંબાજી આવે છે ત્યારે ગત વર્ષે મુકેશભાઈએ પોતાને ત્યાં દીકરી આવશે તો માં અંબાને 201 ફૂટની ધજા ચડાવશે એવી માનતા રાખી હતી. પહેલા સંઘમાં સભ્યો પાસેથી ફંડ ફાળો ઉઘરાવી ધજા લાવવામાં આવતી હતી. આ વખતે મુકેશભાઈ તરફથી દીકરી જન્મની ખુશીમાં ધજા ચડાવવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા દીકરી જન્મની વધામણી માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવે છે. વ્હાલી દીકરી યોજના થકી આજે રાજ્યમાં દીકરી દીકરા એક સમાનની ભાવના પ્રબળ અને મજબૂત બની છે ત્યારે મહેસાણાના આ સંઘે અંબાજી મેળામાં દીકરી જન્મની ખુશીમાં 201 ફૂટની ધજા સાથે પગપાળા યાત્રા કરી લાખો માઇભક્તોને અનેરી પ્રેરણા પુરી પાડી છે.
શક્તિ સ્વરૂપા આદ્યશક્તિ અંબાના ધામ શક્તિપીઠ અંબાજી માં ઉજવાઇ રહેલ આસ્થારૂપી ભાદરવી મેળો મુકેશભાઈ જેવા અનન્ય અને અનેક માઇભક્તોની શ્રદ્ધાના બળે આરાસુરી ડુંગરોમાં જયઘોષના નાદથી સોળે કળાએ ખીલી રહ્યો છ

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version