માં જગદંબાની પાવન ધરા અંબાજી ખાતે જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠા દ્વારા ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું વેચાણ સહ પ્રદર્શન મહિલા આર્ટ એન્ડ ક્રાફટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.
આ મહિલા આર્ટ એન્ડ ક્રાફટ ફેસ્ટિવલમાં હાથશાળ, માટીકામ, હસ્તકલા, મોતીકામ જેવી વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓ દ્વારા નિર્મિત વસ્તુઓને યોગ્ય માર્કેટ મળે, મહિલાઓ આત્મનિર્ભર બનીને પગભર થાય તે દિશામાં નાવિન્ય અભિગમ અપનાવવામાં આવ્યો છે.
આ ફેસ્ટિવલમાં અમદાવાદના ચાવડા સરોજબેન હીરાભાઈ પોતાની વસ્તુઓના વેચાણ અર્થે આવ્યા હતા. ચાવડા સરોજબેને જણાવ્યું હતું કે, તેમના દ્વારા જય રવેચી સખી મંડળ, શ્રધ્ધા સખી મંડળ, ધર્મ ભક્તિ સખી મંડળ એમ ત્રણ સખી મંડળો તેમજ યોગીચી રોજગાર મહિલા હસ્તકલા ઉત્પાદક સહકારી સંસ્થા ચલાવવામાં આવી રહી છે.
સરોજબેને કહ્યું કે, ૨૬ જેટલી બહેનોને રોજગાર આપતા આ સખી મંડળો દ્વારા તોરણ, ઝુમ્મર, પેચવર્કની વસ્તુઓ, માળા જેવી હેંડીક્રાફટ વસ્તુઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. માસિક ૧.૫૦ લાખ રૂપિયા જેટલી આવક આ સખી મંડળો મેળવીને આત્મનિર્ભર બન્યા છે. સરકારશ્રી દ્વારા આ સખી મંડળોને ૬ લાખ જેટલી લોન પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. સરકાર દ્વારા આ પ્રકારના ફેસ્ટિવલનું આયોજન કરવા બદલ તેમને ગુજરાત સરકારનો હર્ષ સાથે આભાર માન્યો હતો.
નીલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્રના પ્રીતિબેન ઠક્કરે જણાવ્યું કે, ૨૦ જેટલી મહિલાઓ દ્વારા દેશી ગાયના ગોબર અને ગૌ મૂત્ર માંથી ભગવાનની મૂર્તિઓ, ઈકો ફ્રેન્ડલી ગણેશની મૂર્તિ, સાબુ, ધૂપ સ્ટિક, એન્ટી રેડીએશન મોબાઈલ ચીપ જેવી વસ્તુઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. મહિને ૫ લાખની આવક મેળવી ત્યાં કામ કરતી વસ્તુઓ સાચા અર્થમાં આત્મનિર્ભર બની છે.
સરકાર દ્વારા આપવામાં આવતી સહાય બદલ પ્રીતિબેને સરકારનો આભાર માન્યો હતો.
સિદ્ધપુરીયા ક્રીએશનના પરેશાબેન સિદ્ધપુરિયાએ જણાવ્યું કે, તેમના દ્વારા કૂર્તી, લોંગ ડ્રેસ બનાવીને વેચાણ કરે છે. ૧૫ જેટલી મહિલાઓ અહીંયા કાર્ય કરી રહી છે અને વાર્ષિક ૧૨ લાખ જેટલી આવક મેળવીને પગભર બની છે. સિદ્ધપુરીયા ક્રીએશને વાજપાઈ બેંકેબલ યોજના અંતર્ગત લોન પણ મેળવી છે. સરકાર દ્વારા આ પ્રકારના ફેસ્ટિવલનું આયોજન થવાથી તેમની ઉત્પાદોને નવું માર્કેટ મળ્યું છે. જે માટે પરેશાબેને સરકારનો દિલથી આભાર માન્યો હતો. ભાદરવી પૂનમના મેળામાં મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ મેળામાં આવતા લાખો પદયાત્રી લાભ લઈ સરકારશ્રીના આ નવતર અભિગમની સરાહના કરી રહ્યા છ