બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદ વાવ સુઈગામ તાલુકામાં અવારનવાર આગ લાગવાના બનાવો બનતા હોય છે તો બીજી બાજુ કેનાલમાંથી મૃતદેહો મળવાના પણ બનાવો બનતા હોય છે. જેમાં થોડા દિવસો અગાઉ થરાદ બજારમાં દુકાનમાં લાગેલ આગ સમયે જોખમ લઈ આગ બુજાવતી થરાદ ફાયરટીમનો વિડિઓ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં આ ભંગાર હાલત વાળી ગાડીના દરવાજા ખૂલતા નથી. તો આ ટિમ ડાયરેકટ કૂદી પડતી નજરે જોવા મળી રહી છે . જોકે આ વાઇરલ વિડીઓમાં સ્પષ્ટ રીતે નજરે દેખાઈ રહ્યું છે કે ફાયરટીમની કામગીરી કઈ પ્રકારની છે. જોકે આટલા ઉત્સાહિત કર્મચારીઓ હોવા છતાં તંત્રના પાપે કોઈને નુકશાની ભોગવવાનો વારો આવે તો નવાઈ નથી. ત્યારે લોકોમાં પણ હવે માંગ ઉઠી છે કે ફાયરટીમને નવા વાહનોની જરૂર છે.ઉલ્લેખનીય છે બનાસકાંઠા જીલ્લા માં વધુ માં વધુ કોલ થરાદ નગરપાલિકા ની ટીમ ને મળે છે. ત્યારે થરાદ ફાયરટિમ જોડે પૂરતા સાધનો નથી. જેને લઈ ફાયરટીમ પોતાની આગવી સૂઝના આધારે હાલમાં પણ પ્રસંશનીય છે.