યે હૈ ન્યુઝ ઇન્ડિયા :સુઈગામ
બનાસકાંઠા માં વધતા જતા કોરોના ના કેશ ને લઇ ને જિલ્લા કલેકટર આનંદ પટેલે સુઇગામની ઓચિંતી મુલાકાત લીધી જેમાં આરોગ્ય અધિકારીઓ સાથે કોરોના વેકસીન અંગે રીવ્યુ મિટિંગ કરી, બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલ દ્વારા શનિવારે સુઇગામ ની ઓચિંતી મુલાકાત લીધી હતી અને આરોગ્ય અધિકારીઓ સાથે વેકસીનેશન ની કામગીરી અંગે રીવ્યુ મિટિંગ લઈ માહિતી મેળવી હતી,આ અંગે આરોગ્ય અધિકારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સરકારશ્રી દ્વારા 45 થી 60 વર્ષ વચ્ચેની ઉંમરના વ્યક્તિઓ માટે કોરોના રસી મુકાવવાની જે સૂચના મળેલ છે, તે અંતર્ગત સુઇગામ તાલુકામાં કેટલા લોકોએ રસી લીધી? રસીકરણ વિશેની વિગતવાર માહિતી મેળવી હતી,અને જરૂરી સૂચનો કર્યા હતા,આ કાર્યક્રમમાં સુઇગામ પ્રાંત કલેકટર નવલદાન ગઢવી, TDO કાજલબેન આંબલિયા સહિત તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરો અને આરોગ્ય અધિકારી હાજર રહ્યા હતા.