બોર્ડર રેન્જ પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સાહેબ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક પૂજા યાદવ સાહેબ થરાદ વિભાગ થરાદ નાઓએ જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.બી.પટેલ તથા પો.સબ.ઇન્સ કે.એચ.સુથાર સુઈગામ પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.સબ.ઇન્સ કે.એચ.સુથાર નાઓને બાતમી હકીકત મળેલ કે ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરીને એક સ્કોર્પિયો ગાડી એટા ગામની ચોકડી પાસેથી બીજી પાયલોટિંગ સ્કોર્પિયો ગાડી સાથે નીકળનાર છે જે બાતમી આધારે વોચ ગોઠવી સદર બાતમી હકીકત વાળી ગાડીઓ આવતા તેનો પીછો કરીને પકડી લેતા તે બન્ને ગાડીઓના ચાલક પૈકી એક ઈસમ પકડાઈ ગયેલ જેનું નામઠામ નાગજી ભુરાભાઇ રાજપૂત રહે.માડકા તા.વાવ નો હોવાનું જણાવેલ અને બાકીના ઈસમો અંધારાનો લાભ લઈ નાશી ગયેલ જેથી સદરી બન્ને ગાડીમાં જોતા પાયલોટિંગ વાળી ગાડીમાં કોઈ મુદ્દામાલ મળી આવેલ નહીં તે સિવાયની બીજી ગાડી માંથી બિયર/દારૂ મળી કુ.રૂ.૩,૧૯,૨૦૦/-નો મુદામાલ મળી આવેલ તે મુદ્દામાલ તથા મોબાઈલ નગ-૨ કિ. રૂ.૨૫૦૦/- તથા બે સ્કોર્પિયો ગાડી કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/-એમ કુલ કિ.રૂ.૧૩,૨૧,૭૦૦/-ના મુદ્દામાલ મળી આવતાં સુઈગામ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.