સરહદી બનાસકાંઠા ના વાવ ખાતે તા -૧૪/૧૧/૨૦૨૧ રોજ આંતરરાષ્ટ્રીય ડાયાબીટીસ દિવસ નિમિતે લાયન્સ ક્લબ ઓફ વાવ ડેઝર્ટ દ્વારા ફ્રી ડાયાબીટીસ, બ્લડ ચેકઅપ, બ્લડપ્રેશર ચેકઅપ, ઓક્સિજન ચેકઅપ કેમ્પ રાખેલ જેમા 150 ઉપરાંત વ્યક્તિઓ ના ચેકઅપ કરેલ અને જે મિત્રો ને ડાયાબિટીસ લેવલ વધારે ઓછું આવેલ એમને જરૂરી માર્ગદર્શન આપી અને ડૉ. ની સલાહ લેવા સમજાવ્યા. આ પ્રસંગે લાયન્સ.પ્રમુખ ભરતભાઈ પારેગી સહમંત્રી.જયદેવભાઈ પંડ્યા , લાયન પ્રતાપભાઈ વાણીયા, દીપકભાઈ મણવર, બાબુલાલ પરમાર, કલ્પેશભાઈ રાજપૂત, દિનેશભાઇ પારેગી, વિક્રમભાઈ વેણ, શાંતિલાલ રાઠોડ(માસ્તર) જયદીપભાઈ માડકા, શોભનાબેન વિમળાબેન તથા વિધાર્થી મિત્રો.તેમજ વાવ પી.એસ.આઈ એ.બી.શાહ, એચ.બી.વેઝિયા , મકરાંણી સાહેબ, તેમજ નામી અનામી લોકો હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવેલ.