થરાદ રામજી મંદિર ખાતે પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે શ્રીરામ કથાનું આયોજન કરાયું

પવિત્ર શ્રાવણ મહિનાના અધિક માસમાં શ્રી રામ સેવા સમિતિ તથા નવા રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા રામજી મંદિરના પટાંગણમાં એક મહિના સુધી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કથાકાર તરીકે સુપ્રસિદ્ધ કથાકાર સિધ્ધરાજ શાસ્ત્રી દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવશે આ એક માસ ચાલનારી શ્રી રામકથામાં રામાયણમાં આવતા અલગ અલગ પ્રસંગોને ભવ્યાથી ભવ્યઉજવવાનો આયોજન કરવામાં આવ્યું છે આ પૂર્વે શ્રી મહાલક્ષ્મી મંદિર પાસે પ્રકાશભાઈ સોની ના ઘરે થી પોથી પૂજન કરી પોથી યાત્રા નીકાળવામાં આવી હતી બાદમાં સિધ્ધરાજ શાસ્ત્રી દ્વારા શ્રી રામકથાનું પ્રથમ દિવસે વાંચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ચારડા ચિત્રકૂટ ધામના મહંત શ્રી રામ લખનદાજી મહારાજ રામ સેવા સમિતિના સદસ્યો મોટી સંખ્યામાં શ્રોતાગણ ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version