બનાસકાંઠા જીલ્લા ના દિયોદર તાલુકા ના ગોદા ગામે કારીયાણા ની દૂકાનમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો.જેમાં ગામ માં અચાનક આગ લાગતા ગામ માં અફરા તફરી નો માહોલ જોવા મળ્યો હતો.જોકે આજુબાજુ ના સ્થાનીક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.તેમજ સ્થાનિક લોકો પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.જોકે કરિયાણાની દુકાનમાં આગ લાગતાં સર સામાન બળીને ખાક થઇ જતા કરીયાણા વેપારી ને મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.હાલ માં તો દૂકાનમાં સોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું અનુમાન જાણવા મળ્યું છે.