બનાસકાંઠા ના વાવ તાલુકા મથકે તાલુકા ભાજપ તેમજ સર્વ સમાજ ના આગેવાનો દ્વારા વાવ ગ્રામીણ મામલતદાર ને આવેદન પત્ર આપી દારુ ની હેરાફેરી કરતા અને કરાવતા ઈસમો વિરુધ કાયદેસર ની કાર્યવાહી કરવા તથા આ બુટલેગરો ને બચાવવા ના પ્રયાસ કરતા રાજકીય આગેવાનો નામ પ્રજા સમક્ષ ખુલાકરી તેમના વિરુધ માં કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.વધુ માં કોંગ્રેસ ના આગેવાનો આવા દારુ નો ધંધો કરતા બુટલેગરો છોડાવવા માટે પોલીસ પર રાજકીય દબાણ ઉભું કરવાના પ્રયત્નો કરી રહ્યા હોવાનો પત્ર માં ઉલ્લેખ કરાયો હતો.જ્યારે ભાજપ ના અગ્રણીઓ મીડિયા સાથે ની વાતચીત માં જણાવ્યું હતું કે ગેનીબેન ઠાકોર ૯ લોકો ને ટાર્ગેટ કેમ બનાવ્યા તેમજ કેમ થરાદ વાવ ના બુટલેગરો ના નામ પત્ર માં લખ્યા છે.વધુ માં ગેનીબેન ઠાકોર ભાભર ના બુટલેગરો ના નામ કેમ ના લખ્યા તેમ જણાવી અનેક પ્રશ્નો સાથે આક્ષેપો કર્યા હતા.તેમજ નિષ્પક્ષ બની તમામ બુટલેગરો ના વિરુધ માં કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.