વડાપ્રધાનના પ્રવાસના કારણે ૨૮ મે ના રોજ બપોરના ૩ થી રાત્રિના ૮ કલાક સુધી અમદાવાદ શહેરમાં નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. રિમોટ કન્ટ્રોલ સંચાલિત ડ્રોન તથા એરો સ્પોર્ટસ ઉપકરણોના ઉડ્ડયન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી તા. ૨૮/૦૫/૨૦૨૨ નારોજ અમદાવાદ શહેર ખાતે આવનારનછે.આવા સંજોગોમાં દેશ વિરોધી સંગઠનો, આતંકવાદીઓ તથા ભાંગફોડીયા તત્વો માનવ રહિત રિમોટ કન્ટ્રોલ સંચાલિતનડ્રોન અથવા વિમાન, જેવા સાધનો અથવા માનવ સંચાલિત નાની સાઈઝનાવિમાન જેવા સંશાધનોનઅથવા એરો સ્પોર્ટસ ઉપકરણો દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થાને હાની પહોંચાડે તેવી શક્યતા રહેલી છે.આ જોખમની ભીતિને ધ્યાનમાં લઇ પોલીસ કમિશ્નર, અમદાવાદ શહેરે અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં ‘નો ડ્રોન ફ્લાય ઝોન’ જાહેર કર્યો છે. જે દરમ્યાન ત્યાં રિમોટથી ચાલતા ડ્રોન, ક્વાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ, માનવ સંચાલિત માઇક્રો લાઇટ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઈડર/પેરા ગ્લાઇડર, પેરા મોટર, હોટ એરબલૂન તથા પેરા
જમ્પીંગ ચલાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવ્યો છે.પોલીસ ખાતા તથા સુરક્ષા બળોના ઉપરોક્ત સંસાધનોને આ જાહેરનામામાંથી મુક્તિ રહેશે. આ હુકમ તા.૨૮ મે ૨૦૨૨ના કલાક ૧૫.૩૦ થી કલાક ૨૦.૦૦ સુધી અમલી રહેશે. આ હુકમનો ભંગ કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ સને ૧૮૬૦ની કલમ – ૧૮૮ હેઠળ શિક્ષા પાત્ર ઠરશે એમ પોલીસ કમિશ્નર, અમદાવાદ શહેરના જાહેરનામામાં જણાવાયું છે.
વડાપ્રધાનના પ્રવાસના કારણે ૨૮ મેના રોજ અમદાવાદ શહેરમાં નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર
Related News Stories
થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ
શહેરના નાગરિકોને મળ્યું નવું હરવા-ફરવાનું સ્થળ; સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગાર્ડન...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા
મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું; અમિત ચાવડાએ કહ્યું- ‘પરિવર્તનની શરૂઆત થરાથી થશે’ થરા : બનાસકાંઠાના...
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
