ટાટાને મળ્યો સંસદની નવી ઈમારત તૈયાર કરવાનો કોન્ટ્રેક્ટ, 865 કરોડના ખર્ચે જૂની ઈમારતની સામે બનશે નવી ઈમારત

  • રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ વચ્ચે સંસદના બે ગૃહો માટે વધારે સભ્યોની ક્ષમતાવાળી નવી ઈમારત બનશે
  • લોકસભામાં અત્યારે 545 સાંસદ છે, નવા ગૃહમાં 900 સાંસદોને બેસવાની ક્ષમતા હશે, જેથી બેઠક વધતા મુશ્કેલી ન પડે

સંસદની નવી ઈમારત બનાવવાનો કોન્ટ્રેક્ટ ટાટા કંપનીને મળ્યો છે. રૂપિયા 865 કરોડના ખર્ચથી તૈયાર થનારી આ ઈમારતનો કોન્ટ્રેક્ટ બુધવારે ટાટાને મળ્યો છે. એક અધિકારીના જણાવ્યા પ્રમાણે ઈમારતનું નિર્માણ 21 મહિનામાં પૂરું થઈ જાય તેવી શક્યતા છે. આ ઈમારત પાર્લામેન્ટ હાઉસ સ્ટેટના પ્લોટ નંબર 118 પર બનશે. આ ઈમારતનો માસ્ટર પ્લાન ગયા વર્ષ તૈયાર કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ વચ્ચે સંસદના બન્ને ગૃહો માટે વધારે સભ્યોની ક્ષમતાવાળી નવી ઈમારત બનાવશે. આ સાથે કેન્દ્રીય સચિવાલય માટે 10 નવી ઈમારતો બનાવવામાં આવશે. રાષ્ટ્રપતિ ભવન, વર્તમાન સંસદ ભવન, ઈન્ડિયા ગેટ અને નેશનલ આક્ચાઈવ્ઝ ઓફ ઈન્ડિયાની ઈમારતને એમ જ રાખવામાં આવશે, જોકે માસ્ટર પ્લાન સમયે કેન્દ્રીય પ્રધાન હરદીપ પુરીએ સ્પષ્ટતા કરી હતી કે આ પ્લાન અંતિમ નથી.

નવું સંસદ ભવનઆવું હશે .

  • લોકસભાની નવી ઈમારતમાં ગૃહની અંદર 900 બેઠક હશે. ભવિષ્યમાં લોકસભામાં બેઠક વધારવાને લઈ કોઈ મુશ્કેલી ન પડે તે માટે આ યોજના ઘડવામાં આવી છે.
  • નવા ગૃહમાં બે-બે સાંસદો માટે એક સીટ હશે, જેની લંબાઈ 120 સેન્ટીમીટર હશે. એટલે કે એક સાંસદને 60 સેમી જગ્યા મળશે.
  • સંયુક્ત સત્ર સમયે આ બે બેઠકો પર ત્રણ સાંસદ બેસશે. એટલે કે 1350 સાંસદ બેસી શકશે. રાજ્યસભાની નવી ઈમારતમાં 400 બેઠક હશે.
  • દેશની વિવિધતાને દર્શાવવા માટે સંસદ ભવનની દરેક બારીનો આકાર અને અંદાજ અલગ હશે.

પ્રધાનમંત્રી આવાસ સાઉથ બ્લોકની વર્તમાન ઈમારત પાછળ બનશે

PM નિવાસ :સાઉથ બ્લોકની વર્તમાન ઈમારતની પાછળ નવું PMO તૈયાર થશે. તેની પાછળ પ્રધાનમંત્રી નિવાસ બનશે. અત્યારે પ્રધાનમંત્રી નિવાસ 7 લોક કલ્યાણ માર્ગ પર છે. આ નિવાસને સાઉથ બ્લોક પાસે તૈયાર કરવાથી ફાયદો એ થશે કે પ્રધાનમંત્રીને ઓફિસ અને સંસદ આવવા માટે ટ્રાફિક અટકાવવાની જરૂર નહીં પડે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version