રોશનીથી ઝળહળી ઊઠ્યું દુબઈનું સ્ટેડિયમ, IPLમાં કરપ્શન રોકવા માટે BCCIએ UKની કંપની સ્પોર્ટ રડાર સાથે હાથ મિલાવ્યો

  • દુબઈમાં 24, અબુ ધાબીમાં 20 અને શારજાહમાં 12 મેચ રમાશે
  • મુંબઈ-ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે ઓપનિંગ મેચ અબુ ધાબીના શેખ જાએદ સ્ટેડિયમમાં રમાશે

યુએઈ આઈપીએલની યજમાની માટે તૈયાર છે. અહીં ત્રણ મેદાનો પર ક્રિકેટ રમાશે. દુબઈમાં 24, અબુ ધાબીમાં 20 અને શારજાહમાં 12 મેચ રમાશે. મંગળવારે દુબઈ અને અબુ ધાબી સ્ટેડિયમને રોશનીથી સજાવાયું હતું. મુંબઈ-ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે ઓપનિંગ મેચ અબુ ધાબીના શેખ જાએદ સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન 2004માં લગભગ રૂ.100 કરોડના ખર્ચે બનીને તૈયાર થયું હતું.

IPLમાં કરપ્શન રોકવા યુકેની કંપની સ્પોર્ટ રડાર સાથે હાથ મિલાવ્યો

બીસીસીઆઈ આઈપીએલ 2020માં સટ્ટેબાજી અને ફિક્સિંગ રોકવા માટે ફ્રોડ ડિટેક્શન સર્વિસ (એફડીએસ)નો ઉપયોગ કરશે. તેના માટે બોર્ડે યુકેની કંપની સ્પોર્ટ રડાર સાથે કરાર કર્યો છે. એન્ટી કરપ્શન યુનિટ પહેલાંથી જ યુએઈમાંછે. સ્પોર્ટ રડાર ફિફા અને યુએફા જેવી મોટી ફૂટબોલ સંસ્થાઓ સાથે પણ કામ કરે છે. કંપની એફડીએસની મદદથી મેચમાં ફિક્સિંગ ઉઘાડું પાડે છે. તેમાં સોફેસ્ટિકેટેડ અલ્ગોરિધમની મદદ લેવાય છે.

ચેન્નઈનો રિતુરાજ પ્રથમ મેચમાં બહાર

કોરોના પોઝિટિવ ચેન્નઈ સુપરકિંગ્સનો બેટ્સમેન રિતુરાજ ગાયકવાડ ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં બહાર થઈ ગયો છે. પોઝિટિવ આવ્યા પછી તે ક્વોરેન્ટીનમાં બે સપ્તાહ પસાર કરી ચૂક્યો છે. જોકે, તેના હજુ બે નેગેટિવ રિપોર્ટ આવવાના બાકી છે. ટીમના સીઈઓ કાસી વિશ્વનાથે કહ્યું, ‘અમે રિતુરાજ અંગે બોર્ડના નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ.’

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version