થરાદ-વાવ હાઇવે ઉપર ચારડા ગામના પાટિયા નજીક સવારે ટ્રેલર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત થતા બાઈક ચાલકનું ઘટના સ્થળે કમમાટીભર્યું મોત…બનાસકાંઠાના થરાદ વાવ ચારડા ગામના પાટિયા નજીક બાઇક અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા બાઇક ચાલક હસાભાઈ દલાભાઈ પટેલ અંદાજીત ઉંમર 29 ગામ રાવળા નું કમકમાટી ભર્યું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે પાછળ બેઠેલ મહિલા ગંભીર રીતે ઘાયલ થતાં વાવ ૧૦૮ની ટીમ દ્વારા તાત્કાલિક સારવાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.. જોકે અકસ્માતને લઈને થરાદ વાવ હાઇવે ઉપર વાહનોની લાંબી કતાર લાગી હતી પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી ટ્રાફિક હળવો કર્યો હતો. વાવ 108 ટીમની સરાહનીય કામગીરી..
વાવ ની 108 ગાડી અન્ય કેસમાં પાયલોટીંગમાં જઈ રહેલી ત્યાંરે આગળ અકસ્માત થતાં 108 ની ટીમ ના પાયલોટ પ્રભુભાઈ પટેલ emt ટીનેશભાઈ ઠાકોર દ્વારા અકસ્માત થયેલ જોઈ ગંભીર રીતે ઘાયલ થયેલા મહિલાને 108 માં તાત્કાલિક થરાદ સારવાર અર્થે ખસેડી ઉમદા કામગીરી કરી હતી…