ગુજરાત રાજ્ય ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તરફ થી વાવ તાલુકા ના અંતરિયાળ ગામો માટે પ્રાથમિક સારવાર મળી રહે તે માટે મોબાઈલ હેલ્થ યુનીટ ફાળવવા માં આવી છે આ મોબાઈલ હેલ્થ યુનીટ વાવ તાલુકા ના અંતરિયાળ ગામડા જેવા કે માવસરી ,લોદ્રાણી ,તેમજ વિવિધ ગામો માં પ્રાથમિક સારવાર તેમજ બિનચેપી રોગો અને કોરોના અંતર્ગત કામગીરી કરશે .આ મોબાઈલ હેલ્થ યુનીટ નું આજ રોજ તા -૨૭-૧૨-૨૦૨૧ ના રોજ વાવ ની હેલ્થ કચેરી ખાતે વાવ તાલુકા યુવા ભાજપ ના પ્રમુખ અને વાવ ના નવનિયુક્ત સરપંચ ભરતભાઈ સોઢા ના હસ્થે લીલી ઝંડી આપી મોબાઈલ હેલ્થ યુનીટ નું પ્રસ્થાપન કરાયું હતું આ પ્રસંગે તાલુકા હેલ્થ કચેરી ના ડોકટર તેમજ વાવ સી.એચ.સી ના અધિક્ષક ઈશ્વરભાઈ મકવાણા તેમજ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા ઓ હાજર રહ્યા હતા વધુ માં આ કાર્યક્રમ નું સફળ સંચાલન તાલુકા હેલ્થ સુપરવાઈઝર એન.ડી .પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યુ હતું