ભારત 6જી ટેકનિકને વિકસિત કરવાની દિશામાં કામ કરી રહ્યુ છે અને વર્ષ 2023ના અંત કે પછી 2024ની શરૂઆતમાં 6જી ટેકનિકને લૉન્ચ કરી શકે છે. કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે એક કાર્યક્રમ દરમિયાન બોલતા કહ્યુ કે 6જી ટેકનિકને વિકસિત કરવાનુ કામ પહેલા જ શરૂ થઈ ચૂક્યુ છે. તેને 2023 કે 2024માં જોઈ શકાય છે. અમે આ દિશામાં કામ કરી રહ્યા છે. અમે આને ભારતમાં જ તૈયાર કરીશુ અને તેના ઉપકરણોને પણ ભારતમાં જ તૈયરા કરશે. ત્યારબાદ તેને ભારતમાં શરૂ કર્યા બાદ દુનિયાભરમાં તેનુ વિતરણ કરશે.