અમદાવાદના સરદાર નગર વિસ્તારનો એક બુટલેગર પોલીસ પર આરોપ લગાવે છે અને પોલીસના વહીવટ દાર પર છરીની અણીએ ફરજિયાત દારુનો ધંધો કરાવતો હોવાનો આરોપ લગાવાયો છે. અમદાવાદના સરદારનગરમાં બુટલેગરનો વીડિયો વાયરલ થયો છે. જેમાં બુટલેગરે મોટા ખુલાસા કર્યા છે.
બુટલેગર દારૂના નશામાં પોલીસ અને અન્ય સાથીઓ પર આરોપ લગાવ્યા છે. બુટલેગર મનીષ લદાણીએ કહ્યું કે પોલીસ મારી પાસે ભરણ લઇ દારૂ ધંધો કરાવે છે. મારે દારૂનો ધંધો નથી કરવો. પણ મને છરી બતાવી અને મારી પાસે ધંધો કરાવે છે. બુટલેગર વહીવટદારોના નામ પણ બોલે છે. તે કહે છે કે કુબેરનગરમાં વહીવટદાર સંદીપ સિંહ છે અને સરદારનગરમાં કિશોર વહીવટદાર છે. બુટલેગરના વીડિયોને લઇ સવાલ ઉઠી રહ્યા છે કે સરદારનગરના બુટલેગરના ખુલાસામાં કેટલું તથ્ય છે?. શું પોલીસ બુટલેગરને ધંધો કરવા દબાણ કરે છે?. બુટલેગરના આરોપો પર તપાસ કેમ નહીં?. શું કુબેરનગરના પોલીસકર્મી સંદીપ સિંહની તપાસ થશે?. બુટલેગરે જે નામ આપ્યા તેમની તપાસ કરાશે?. વીડિયોમાં બુટલેગરે જે પોલીસકર્મીના નામ બોલે છે તેમા કેટલુ તથ્ય છે?