બનાસકાંઠા માં દિન પ્રતિદિન હત્યા તેમજ આત્મ હત્યા ની ધટના માં સતત વધારો થયો છે જેમાં વધુ એક ધટના થરાદ તાલુકા ના રતન ગઢ ગામ માં બનવા પામી છે જેમાં પોતાના જ પતિ દ્વારા પત્ની ની હત્યા થઇ હોય તેવું જાણવા મળ્યું છે વધુ માં થરાદ પોલીસ સ્ટેશન દ્વારા મળતી માહિતી અનુસાર અગમ્ય કારણોસર પતિ લક્ષ્મણભાઈ એ તિક્ષણ હથિયાર વડે પત્ની સંતોકબેન ની હત્યા કરી છે જેમાં ત્રણ સંતાનો માતા વગર નોંધારા બન્યા છે આ બાબત ની જાણ પિયર પક્ષ ના લોકો ને થતા ધટના સ્થળે ધસી આવી મૃતક મહિલા ના પિયર પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવી છે ત્યારબાદ થરાદ પોલીસે તાત્કાલિક ધોરણે હત્યારા લક્ષ્મણ ને શોધી જેલ હવાલે કરી તપાસ હાથ ધરી છે